શું તમે જાણો છો કે દિવાળી પર રંગોળી સુશોભન અને દીપ પ્રાગટય શા માટે કરવામાં આવે છે...?

પૌરાણિક કથા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ પ્રભુ શ્રી રામ, સીતા માતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફરે છે ત્યારે તેમના સ્વાગત માટે રંગોળી અને દીવા કરવામાં આવે છે

ધાર્મિક માન્યતા અનુસાર માતા લક્ષ્મીને આવકારવા રંગોળી કરવામાં તેમજ દીપ પ્રગટાવવામાં આવે છે

વૈજ્ઞાનિક કારણ વિશે કહીએ તો શિયાળાની શરૂઆતમાં વાતાવરણમાં બેકટેરીયા અને જીવાણુને દીપના ધુમાડાથી નષ્ટ કરી વાતાવરણને શુધ્ધ બનાવવામાં આવે છે

રંગોળીની ભુમિકાના આકારો અને રંગો નકારાત્મક શક્તિઓને ઘરના પ્રવેશદ્વારથી દૂર રાખે છે

રંગોળી બનાવવા આંગળી અને અંગુઠાનો ઉપયોગ થાય છે ત્યારે એક્યુપ્રેશર પોઇન્ટ દબાય છે અને બ્લડસુગર નિયમિત રહે છે

રંગોળીના રંગો સકારાત્મક વિચાર આપે છે

પ્રાચિન સમયમાં વિજળી ન હોતી ત્યારે દીવાના પ્રકાશથી અમાસના અંધકારને દૂર કરવામાં આવતું હતું 

દિવાળીમાં દીપ પ્રાગટય અને રંગોળી સુશભોનનું આધ્યાત્મિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે