જન્મ 28 ડિસેમ્બર, 1937 ના રોજ પારસી પરિવારમાં થયો હતો.
પ્રારંભિક શિક્ષણ યુનાઈટેડ સ્ટેટસમાં પુર્ણ કર્યુ અને કોર્નેલ યુનિવર્સિટીમાંથી બી. આર્ક.ડિગ્રી મેળવી,1962 માં દાદીના ખરાબ સ્વાસ્થને કારણે તેઓ ભારત પાછા ફર્યા.
રતન ટાટાએ પોતે જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમણે અમેરિકામાં પ્રેમ થયો હતો પરંતુ, તેમનો સંબંધ લગ્ન તબક્કા સુધી પહોંચી શકયો નહીં. દાદીને તબિયતના કારણે તેઓ ભારત આવી ગયા અને ગર્લફ્રેન્ડે આવવાની ના પાડી
ભારત પરત ફર્યા પછી તેમણે પોતાના વ્યવસાયમાં માલિક તરીકે નહીં પરંતુ, એક કર્મચારી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
1991 માં ટાટા ગ્રુપનું નેતૃત્વ સંભાળ્યુ અને પછી વ્યવસાયનો વિસ્તાર વધારી તેને સોનામાં ફેરવી દીધો. વ્યાપાર જગતમાં એક મોટું નામ બની ગયા
વર્ષ 2000માં પદ્મભુષણ અને પછી 2008 માં પદ્મવિભુષણથી સન્માનિત કરાયા, ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત કરાયા
શ્વાનપ્રેમી એવા રતન ટાટાનો ડ્રીમ પ્રોજેકટ 98,000 ચોરસ ફુટમાં ફેલાયેલો પાંચ માળનો પશુ હોસ્પિટલનો હતો જે ગયા વર્ષે દક્ષિણ મુંબઇમાં શરૂ થયો.
દરેક વ્યક્તિને કાર ચલાવવા સક્ષમ બનાવવા 2008માં ટાટા નેનો લોન્ચ કરી પુર્ણ કર્યુ અને લોકોને માત્ર એક લાખમાં કાર ખરીદવાની તક મળી
86 વર્ષની ઉંમરે 2024માં 9 ઓકટોબરના સ્વાસ્થ સંબંધિત સમસ્યાને કારણે તેમનું નિધન થયું હતું