ભારતનો સૌથી મોટો ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ: વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન

PM મોદીએ ₹ 19,650 કરોડના ખર્ચે બનેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

જે ‘ડી.બી. પાટિલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ ના નામથી ઓળખાશે

ઓક્ટોબરના અંત સુધીમાં આ એરપોર્ટ પર ટિકિટ નું વેચાણ શરૂ થવાની ધારણા છે

ડિસેમ્બર 2025માં નવી મુંબઈ એરપોર્ટથી ફ્લાઇટસનું સંચાલન શરૂ થવાનું છે

આ એરપોર્ટ પરથી ઈન્ડિગો, અકાસા એર, અને એર ઈન્ડિયા એક્સપ્રેસ ફલાઇટ ઉપલબ્ધ થશે

ભારતમાં પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટમાં વાહન પાર્કિંગ સ્લોટનું પ્રિ - બુકિંગ, ઓનલાઇન બેગેજ બુકિંગ અને ઇમિગ્રેશન સેવાઓનો સમાવેશ થાય છે

જેમાં 3700 મીટર લાંબો રનવે, આધુનિક પેસેન્જર ટર્મિનલ અને અદ્યતન એર ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમનો સમાવેશ થાય છે

આ સાથે PM મોદીએ મુંબઈ મેટ્રોલાઇન 3ના ફેઝ 2Bનું પણ ઉદ્ઘાટન કયુઁ જે આશરે  ₹ 12,200 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું

આ સાથે ₹37,270 કરોડના ખર્ચે બનેલી મેટ્રોલાઇન 3નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મુંબઈની પ્રથમ સંપૂર્ણપણે ભૂગર્ભ મેટ્રોલાઇન છે