બે વર્ષથી નાના બાળકોને  શરદી-ઉધરસમાં સિરપ ન પીવડાવશો

- 2 વર્ષથી નાના બાળકોને ન આપવી - સામાન્ય રીતે 5 વર્ષથી નાના બાળકોને માટે સૂચિત ન કરો - 5 વર્ષથી મોટી ઉંમરના બાળકોને માત્ર કડક મેડિકલ દેખરેખ હેઠળ આપો

કેન્દ્ર સરકારે બાળકોને આપવામાં આવતી કફ સિરપના ઉપયોગ અંગે સૂચના જાહેર કરી

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી 11 માસૂમ બાળકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો મોટો નિર્ણય

આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે બંને રાજ્યોના બાળકોના મૃત્યુ સાથે જોડાયેલા કફ સિરપના નમૂનાઓમાં કિડનીને નુકસાન પહોંચાડતા કોઈ ઝેરી રસાયણો મળ્યા નથી.

બધા આરોગ્ય કેન્દ્રો અને ક્લિનિક્સને પ્રતિષ્ઠિત, ફાર્માસ્યુટિકલ-ગ્રેડ દવાઓ ખરીદવા માટે કહેવામાં આવ્યું છે.

સલાહનો અમલ તમામ સરકારી મેડિકલ સ્ટોર્સ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓમાં થવો જોઈએ, તેવા આદેશ અપયા.