આવતીકાલે એશિયા કપમાં કટ્ટર હરીફ વચ્ચે મુકાબલો

દુબઇમાં ઈન્ડિયા પાકિસ્તાન ટકરાશે 

ટૂર્નામેન્ટના ઈતિહાસમાં બન્ને ટીમે એકબીજા સાથે 18 મેચ રમી

જેમાં 10 મેચમાં ભારતનો અને 6 માં પાકિસ્તાનનો વિજય

જો કે, છેલ્લાં 10 વર્ષમાં એકતરફી હરીફાઈ જેમાં 7 મેચમાંથી ભારત 6 મેચ જીત્યુ જ્યારે પાકિસ્તાન માત્ર 1 જીતી શકયું

1984 થી એશિયા કપ રમાય છે જેમાં ભારતે 8 ટાઈટલ અને પાકિસ્તાને 2 ટાઈટલ જીત્યા

જો કે, હજુ સુધી ભારત-પાક વચ્ચે એકપણ ફાઈનલ નથી રમાઇ

ભારત-પાક વચ્ચે ચાલતા તણાવને લઇ હાલ કાલના મેચને લઇ સોશિયલ મીડિયામાં મેચ સામે બોયકોટનો ટ્રેન્ડ 

પંજાબ કિંગ ઇલેવને આ મેચ માટે સોશિયલ મીડિયામાં પોસ્ટર મૂકયુ પરંતુ, તેમાં ભારત સામે કોણ તેમાં પાક ટીમનું નામ લખ્યું નથી