Connect with us

શહેર

જામનગર શહેર જિલ્લાનાં વધુ 6 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

જામનગર શહેર જિલ્લાનાં વધુ 6 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝિટીવ કેસને પગલે જિલ્લામાં વધુ 6 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જે વિસ્તારોનો કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. તે નીચે મુજબ છે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામના ભીમા જેશા વરુના બંધ ડેલાથી અરજણભાઈ પબાભાઈ વાવરોટીયાની દક્ષિણ- દિશામાં રમા પબા વાવરોટીયાના ધર સુધી પશ્ચિમ દિશામાં દેવશી પબા વાવરોટીયાની બાજુની શેરીથી ચોરા બાજુની બજાર આવવાના રસ્તા સુધી કુલ ઘર-6.

જામનગર જિલ્લાના જામજોધપુરના ભંડાણીયા દેવભુવન વાળી શેરી પ્લોટ વિસ્તાર, પ્રા.આ.કેન્દ્રના કવાટર્સની બાજુવાળી શેરી, જામવાળીના કુલ ઘર-૭ સુધીનો વિસ્તાર.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રેઈનમાર્કેટ પાસે આવેલ ખાંડીયાફળીમાં હજરત ગેબનશા પીરની દરગાહ પાસે સલોની બ્યુટી પાર્લર વિગેરે વિસ્તારના ૫૦ મી. લંબાઈની શેરીના આશરે ૧૨ મકાનોવિસ્તાર.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ પર આવેલ વિજય સોઢા સ્કુલની સામે પટેલનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં શેરી નં.૩ કે જેમાં બ્લોક નં.૩૭/૩ (ત્રીલોક ભવન) ડુપ્લેકસનો સમાવેશ થાય છે તે સમગ્ર શેરી નં.૩ નો વિસ્તાર.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જયંત સોસાયટી પાછળ આવેલ પ્રતાપનગર ગરબી ચોક શેરી નં.૨ માં આવેલ કૃષ્ણરાજકુંજ મકાન, ઈન્દ્રભુવન તથા આ શેરીમાં સમાવિષ્ટ થતાં ૨૦ મકાનનો વિસ્તાર.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જી.આઈ.ડી.સી. ફેઈઝ-૩ બ્લોક નં.૪૦૦૯/૧૦, આરકે.કોમ્પલેક્ષની બાજુમાં યુનાઈટેડ બ્રાસ તરીકે ઓળખાતો ઓદ્યોગીક એકમનો વિસ્તાર.

શહેર

જામનગર શહેર જિલ્લાના સેકડો લોકોને મળી આઝાદી

34 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મળી મુકિત : નવા 7 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ હેઠળ લવાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લાના કોરોના બંધકોને મોટી રાહત મળી છે. એક સાથે સેકડો લોકો કે જેઓ છેલ્લા 14 દિવસથી પોતાના ઘરોમાં કેદ હતાં. તેઓને આજથી મુકિત મળી છે. બીજી તરફ શહેર અને જિલ્લાના વધુ 7 વિસ્તારોના રહેવાશીઓને પ્રતિબંધ હેઠળ મુકવામાં આવ્યા છે.

જામનગર જિલ્લાનાં કુલ 34 વિસ્તારોની કન્ટેઇનમેન્ટ અવધી પુર્ણ થતાં તેમને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુકિત આપવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા મુકિત અપાયેલા વિસ્તારોમાં 26 જામનગર શહેરના અને 8 જામનગર ગ્રામ્યના વિસ્તારોનો સમાવેશ થાય છે. છેલ્લા 14 દિવસથી કન્ટેઇનમેન્ટ હેઠળ રહેતા આ વિસ્તારના સેકડો લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. હવે તેઓ પોતાના ઘરની બહાર નીકળી શકશે. અને મુકિતનો એહસાશ કરી શકશે. બીજી તરફ કોરોનાના નવા કેસને પગલે શહેર અને જિલ્લાના વધુ 7 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે. જેઓ આગામી 14 દિવસ સુધી પોત-પોતાના ઘરોમાં કેદ રહેશે. જે વિસ્તારો ક્ધટેઇનમેન્ટ જાહેર કરાયા છે. તેની યાદી નીચે મુજબ છે.

૧) જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં નગરપાલિકા વિસ્તારમાં કુંભારનાથ પરામાં ભીખુભાઈ ગરીશંકર ચાઉથી મનસુખગીરી જેરામગીરી ગોસ્વામી સુધી રમણીકલાલ ગૈરીશંકર ઠાકર થી પ્રેમજીભાઈ બરજીલાઈ દુધાગરા સુધી તથા પરેશભાઈ મગનભાઈ હિરપરા થી વસનબેન પરશોતમભાઈ ઠુંમર સુધીના 14 ઘર.

ર) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી સિધ્ધાર્થ કોલોની શેરી નં.13 માં સમાવિષ્ટ 10 મકાનોનો વિસ્તાર.

3) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાલાવડ નાકા બહાર બાલનાથ મહાદેવ મંદિર પાસે બાબુ અમૃતના ડેલા તરીકે ઓળખાતો વિસ્તાર જેમાં જય ચામુંડા કૃપા નાનજી નિવાસ તથા શ્રી ગણેશાય બંગલો વિ. નો સમાવેશ થાય છે તેવા 8 મકાનોનો વિસ્તાર.

4) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટણી વાડમાં શાહ બાપુની દરગાહ પાસે આવેલ નસીબ પ્રોવીઝન સ્ટોર સામેની બંધ ડેલીનો પેક વિસ્તાર.

પ) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાર્શનાથ દેરાસરની બાજુમાં આવેલ આંબલી ફળી તરીકે ઓળખાતા વિસ્તારમાં મામા સાહેબની શેરી જેમાં પાર્થમણી બંગલોનો સમાવેશ થાય છે તે 50 મી.લંબાઈનો શેરીનો વિસ્તાર.

૬) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ પર આવેલ નંદનવનપાર્ક શેરી નં.2, શ્રધ્ધા જનરલ સ્ટોર વાળી શેરીના 12 મકાનોનો સમાવિષ્ટ વિસ્તાર.

૭) વંચાણ-(5) માં દર્શાવેલ આ કચેરીના તા.30/06/2020 ના જાહેરનામાંના કોષ્ટકના ક્રમ નં.7 ઉપર દર્શાવેલ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલ શ્રીજી હોલ નજીક ગોકુલધામ સોસાયટી કન્ટેઈનમેન્ટ ઝોનના વિસ્તાર ઉપરાંત પાર્થ બંગલા સુધીના 5 મકાનોનો વધારાનો વિસ્તાર.

વધુ વાંચો

શહેર

જામનગર જિલ્લામાં બાયોડિઝલના નામે અનઅધિકૃત કેમિકલનું વેચાણ

આ પ્રકારનું વેચાણ તાત્કાલિક બંધ કરાવવા જામનગર જિલ્લા પેટ્રોલ-ડિઝલ ડિલર્સ એસોસીએશનની માગણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લામાં બાયો ડિઝલના નામે થતું અન્ય ઇંધણનું અનઅધિકૃત વેચાણ તાકીદે અટકાવવા જામનગર જિલ્લા પેટ્રોલ-ડિઝલ ડિલર્સ એસોસીએશને માગણી કરી છે.
એસોસીએશનના પ્રમુખ ધીમંત ઘેલાણી તથા જનરલ સેક્રેટરી આર. વી. રાણીપાએ જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ બાયો ડિઝલના નામે અન્ય પદાર્થોનું અનઅધિકૃત વેચાણ થઇ રહ્યું છે. એક તરફ સરકારે બીએસ-6 ના ધારાધોરણ મુજબ ઇંધણ દરેક વાહનને મળી રહે તેવી વ્યવસ્થા કરી છે ત્યારે સરકારના આ પ્રયાસથી વિરૂધ્ધ બાયો ડિઝલના નામે અન્ય કેમિકલ તથા ઇંધણ વાહનચાલકોને વેંચવામાં આવે છે, જે રોકવું જરૂરી છે. આ પ્રકારના ગેરકાયદે વેચાણથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ડીઝલ પર મળતા વેરામાં પણ નુકસાની પહોંચે છે. તેમજ આ પ્રકારનું ઇંધણ પર્યાવરણને પણ હાનિ પહોંચાડે છે તથા લાંબા સમયે વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડે છે. ત્યારે જામનગર જિલ્લામાં બાયો ડિઝલના નામથી વેચાતા આ પ્રકારના કેમિકલનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરાવો તથા આવા વેપાર સાથે સંકળાયેલા લોકો સામે સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

વધુ વાંચો

શહેર

પી. એમ. કેર્સ ફંડમાંથી જી. જી. હોસ્પિટલને 50 વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા

વડાપ્રધાનનો આભાર વ્યકત કરતા સાંસદ પૂનમબેન માડમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં કાર્યરત સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી સરકારી ગુરૂ ગોવિંદસિંધ હોસ્પીટલ,  ક્રોવિડ-૧૯ હોસ્પીટલને પી.એમ. કેર્સ ફંડ માંથી ૫૦ વેન્ટીલેટર ફાળવવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જામનગર દેવભૂમિ દ્રારકા જીલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ આભાર વ્યકત કર્યો છે.

સમગ્ર રાષ્ટ્ર કોવિડ-૧૯ ની મહામારી સામે જંગ લડી રહયુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્ર કોરોનાની મહામારી સામે જંગ જીતવા સજજ થઈ રહયુ છે, તેમજ આ સજજતાના ભાગરૂપે પી.એમ.કેર્સ ફંડ માંથી મહત્વનું યોગદાન આપવામાં આવી રહયુ છે, જેના ભાગરૂપે રાષ્ટ્રભરમાં જયાં જયાં ગંભીર પરિસ્થિતી હોય અને તાતી જરૂરીયાત હોય તે પુરી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આદૈશનુસાર સંપુર્ણ સેવાઓ પુરી પાડીને રાષ્ટ્રના જન જનના આરોગ્યની ચિંતા કરવામાં આવી રહી છે.

જામનગરમાં જી.જી.હોસ્પીટલમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પીટલમાં જામનગર જીલ્લા સહીત આજુબાજુના જીલ્લાઓમાં દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં કોરોનાના ગંભીર દર્દીઓને અમુક વખતે વેન્ટીલેટર પર રાખવાની પરિસ્થિતી ઉભી થાય છે ત્યારે જી.જી.હોસ્પીટલને કોરોના સામેના જંગમાં વઘુ સજજ કરવા માટે અને દર્દીઓના હીત માટે પી.એમ.કેર્સ ફંડ માંથી ૫૦ વેન્ટીલેટર ફાળવવામાં આવ્યા છે. આ અત્યંત જરૂરી સેવાના માનવતા સભર નિર્ણય અને ફાળવણી બદલ સંસદસભ્ય પૂનમબેન માડમએ વડાપ્રધાન નરેન્દૂભાઈ મોદી નો આભાર વ્યકત કર્યો છે અને આશાવ્યક્ત કરી છે કે જામનગરની જી.જી.હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની કીટીકલ સંજોગોમાં હવે વધુ સારી રીતે સારવાર થઈ શકશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ