Connect with us

શહેર

જામનગર જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં 35 દર્દીઓના મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો હતો. શનિવાર અને રવિવારના દિવસો દરમિયાન જામનગરની જી. જી હોસ્પિટલમાં વધુ 35 દર્દીઓના મૃત્યુથી અરેરાટી ફેલાઈ ગઈ છે. જોકે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં નહીંવત ઘટાડો નોંધાયો છે. જામનગર શહેરના શનિવારે 89 અને રવિવારે 73 જ્યારે ગ્રામ્યના 21 અને 18 મળી 201 પોઝેટીવ કેસ નોંધાયા છે. સાથોસાથ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, અને શનિ-રવિ દરમિયાન 157 દર્દીઓને રજા આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં એક લાખ બાવન હજાર લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. જ્યારે જી.જી.હોસ્પિટલમાં 255 એક્ટિવ કેસ છે. ઉપરાંત સરકારી ચોપડે જામનગર જિલ્લામાં 33 કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. જ્યારે જીલ્લામાં મૃત્યુનો આંકડો 400 ને પાર પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે સરકાર દ્વારા તેઓને નોન-કોવિડ દર્દી ગણવામાં આવી રહ્યા છે.
છેલ્લાં 4 માસથી જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર અવિરત રહ્યો છે અને આ મહામારીમાં દરરોજ હજારો લોકો સંક્રમિત થઈ રહ્યાં છે અને અસંખ્ય લોકોના મોત નિપજે છે. ગુજરાત રાજ્યમાં દરરોજના 1400 થી વધુ કેસો પોઝિટિવ નોંધાય છે અને 15 થી 17 લોકોના મોત નિપજતા હોવાનું સરકારી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવે છે. જો કે, બિનસત્તાવારી રીતે આ આંકડો અનેકગણો મોટો હોય છે. જામનગરની જી.જી હોસ્પિટલમાં શનિવારે બપોર થી સોમવારે બપોર સુધીમાં 48 કલાક દરમિયાન 35 દર્દીઓએ દમ તોડી દીધા હતા અને કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. જેથી ભયનો માહોલ યથાવત રહ્યો છે. ઉપરાંત હજુ નવ જેટલા દર્દીઓ જીવન-મરણના જોલા ખાઈ રહ્યા છે.

જામનગર શહેરમાં બે દિવસો દરમિયાન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, અને છેલ્લા 48 કલાક દરમિયાન જામનગર શહેરમાં 162 પોઝિટિવ કેસ નોંધાયા છે. તે જ રીતે જામનગર ગ્રામ્યના 39 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેથી બે દિવસ નો આંકડો 201 નો થયો છે. સાથોસાથ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં પણ હવે ઘટાડો જોવા મળ્યો છે. જામનગર શહેરના શનિવારે 80 અને રવિવારે 52 દર્દીઓને જી જી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અને જામનગર ગ્રામ્યના 16અને 9 દર્દીઓને રજા મળી છે. કુલ 157 દર્દીઓ સાજા થઇ જતાં પોતાના ઘેર ગયા છે.

જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ 1,52,105 લોકોનું કોરોના પરીક્ષણ કરાયું છે. જેમાં જામનગર શહેરના 73,852 અને જામનગર ગ્રામ્યના 78,253 લોકો ના સેમ્પલો એકત્ર થયા છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં આજની તારીખે 255 એક્ટિવ કેસ છે, જે પૈકી જામનગરના 174 દર્દીઓ અને જામનગર ગ્રામ્યના 81 દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે.

જામનગરમાં બેડી ગેટ સ્વામિનારાયણ મંદિરના મહંત કોઠારી સ્વામી કોરોના પોઝિટિવ

જામનગરમા બેડી ગેટ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ શનિવારે કોરોના સંક્રમિત બની ગયા છે, જેઓનો કોવિડ ટેસ્ટ કરાયો હતો, જેમાં તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેઓને તાત્કાલિક અસરથી જામનગર ના એરોડ્રોમ નજીક આવેલા સ્વામીનારાયણ ગુરૂકૂળમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેઓની સઘન સારવાર ચાલી રહી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સમાચારને લઈને ચિંતા પ્રસરી છે. જ્યારે બેડી ગેટ પાસે આવેલું સ્વામિનારાયણ મંદિર દર્શનાર્થીઓ માટે 14 દિવસ માટે બંધ રખાયું છે, ઉપરાંત કોઠારી સ્વામિ ચતુર્ભુજદાસજી મહારાજના સંપર્કમાં આવેલા અન્ય સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ અનુયાયીઓને હોમ આઇસોલેશનમા મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથોસાથ અન્યના કોવિડ ટેસ્ટ પણ કરાવાયા છે.

જામનગરના બેડી ગેઇટ વિસ્તારમાં આવેલું સ્વામિનારાયણ મંદિર દર્શનાર્થીઓ માટે શનિવારથી 14 દિવસ માટે બંધ રખાયું છે, જે દરમિયાન ભાવિકોને ઓનલાઇન દર્શન માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઠારી સ્વામી સંક્રમિત બન્યા હોવાથી ભક્તજનોમાં ચિંતાનું મોજું પ્રસર્યુ છે, અને તેઓ જલદી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના થઈ રહી છે.

શહેર

રાહત: જામનગર શહેરમાં જુલાઇ બાદ પ્રથમ વખત કોરોનાના સૌથી ઓછા કેસ

હરખાઇને લાપરવાહી દર્શાવશો નહીં: કેસ ઘટ્યા છે પણ કોરોના ગયો નથી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરવાસીઓ માટે આજે ખૂબ જ રાહત ભર્યા સમાચાર આવ્યા છે. જુલાઇ બાદ પ્રથમ વખત જ જામનગર શહેરમાં કોરોના પોઝીટીવના સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં કોરોના પોઝીટીવના માત્ર 15 નવા કેસ નોંધાયા છે. જે સામે 25 દર્દીઓ સ્વસ્થ થયા છે. જામનગર શહેરમાં હવે માત્ર કોરોનાના 171 એકટીવ કેસ રહ્યાં છે. એક સમયે શહેરમાં કોરોનાનો કહેર એટલી હદ સુધી વકર્યો હતો કે 24 કલાકમાં પોઝીટીવ કેસનો આંકડો સદીને આંબવા લાગ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યાંનું આંકડાઓ પરથી ફલિત થઇ રહ્યું છે, જેની અસર જામનગર શહેરમાં પણ જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં ક્રમશ: ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે આજે ઘટીને માત્ર 15 નવા કેસ સુધી પહોંચી ગયો હતો, જે જામનગરવાસીઓ માટે ખૂબ જ રાહતની વાત છે. જો કે, કોરોનાના ઘટતા કેસથી હરખાઇને બેદરકાર કે લાપરવાહ થવાની જરૂર નથી. હવે આપણી સતર્કતા અને સાવચેતી જ નક્કી કરશે કે આપણે કઇ તરફ જઇ રહ્યાં છીએ. વિશ્ર્વભરના તજજ્ઞો ઠંડીની સીઝન દરમ્યાન કોરોનાની બીજી લહેરની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે અને યુરોપના દેશોમાં તેની અસર પણ દેખાવા લાગી છે. ત્યારે ભારતમાં ઘટી રહેલા સંક્રમણને જાળવી રાખવા માટે વિશેષ સાવધાની જરૂરી બની રહે છે. જરા સરખી બેદરકારી કે લાપરવાહી આ સંક્રમણને ફરીથી વકરાવી શકે છે. ત્યારે શહેરના લોકોને કોરોના અંગેની ગાઇડલાઇન્સનું ચૂસ્તપણે અમલ કરવા અપીલ કરવામાં આવે છે. માત્ર સાવચેતીથી જ કોરોના સામેનો જંગ જીતી શકાશે.

વધુ વાંચો

શહેર

જામનગર શહેર તથા જિલ્લામાં વધુ 26 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

જામનગર શહેર તથા જિલ્લામાં વધુ 26 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

1.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર જકાતનાફકું, મોહનનગર શેરી નં.૧, દિનેશભાઈ જીવણભાઈ ભરડીયાના એક ઘરનો વિસ્તાર.

2.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં.૬૩/૬, કમાલનગર, વુલનમીલ રોડ, બુહેચા નિશા અરવિંદભાઈના એક ઘરનો વિસ્તાર.

3.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં. ર૦૪, વિનાયક રેસીડન્સી – ૧, શિવમ પાર્ક સોસા. ખોડીયાર કોલોની, પ્રમોદકુમાર ગર્ગના એક ઘરનો વિસ્તાર.

4.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલવાડી અન્નપુર્ણા મંદિર પાસે, કાલાવડ નાકા બહાર, અજાણી શાંતાબેન કાંતીભાઈના એક ઘરનો વિસ્તાર.

5.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોલોની પાછળ, અરવિંદ એમ્પોરીયમ, મોહનભાઈ વીરજીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર.

6.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ગ્રીન યઉનશીપ વર્ધમાન – ૩, પ્લોટ નં. ર૧, ઠેબા ચોકડી, યુવા નિમેષ પરમાર, બેબીબેન પરમાર, જલ્પા પરમાર, નિમિષ પરમાર, કિશોર પરમાર તથા સંગીતા નિમીષ પરમારના એક ઘરનો વિસ્તાર.

7.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃઆશિષ શેરી નં. ૩બી/એચ.બી. હોસ્પીટલ નવાગામ ઘેડ, ગોહિલ ઈન્દ્રજીતસિંહ ગોવિંદસિંહના એક ઘરનો વિસ્તાર.

8.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામેશ્વરનગર ર૦/૭, મધુરમ રેસીડન્સી વિનાયક પાર્ક, બીપીનકુમાર નાકરના એક ઘરનો વિસ્તાર.

9.       જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સાંઈગોરી નિવાસ, એરફોર્સ – ૧, દરગાહ પાસે, ઢીચડા રોડ, નંદનવન સોસા. શાંતાબેન વેલજીભાઈ ભીલના એક ઘરનો વિસ્તાર.

10.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુરનગર ગોકુલનગર, બાપાસીતારામ મઢુલી પાસે, મહાકાળી પ્રો. પાસે, લક્ષમીબેન નાનજીભાઈ કણજારીયાના એક ઘરનો.

11.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઉગમકૃપા, સેકન્ડ ચોક, રામવાડી – ૧, શાક માર્કેટ પાસે, ગુલાબનગર, પ્રદિપભાઈ કે. કણજારીયાના એક ઘરનો વિસ્તાર.

12.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણનગર શેરી નં. ર, સિધ્ધી વિનાયક રેસી. ફલેટ નં. ર૦૧, રાધેકૃષ્ણ મંદિર રોડ, ખોડીયાર કોલોની, વસોયા ચંદ્રીકાબેન શૈલેષભાઈના અકે ઘરનો વિસ્તાર.

13.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાખોટા મીગ કોલોની, બ્લોક નં. ૧૬/૯૫, પ્રદર્શન ગ્રાઉન્ડ, જીતેન્દ્રગીરી સોમગીરી ગોસાઈના એક ઘરનો વિસ્તાર.

14.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ પાર્ક શેરી નં. ર, ફલેટ નં. ર૦ર, મનોહરભાઈ ભડાઢાના એક ઘરનો વિસ્તાર.

15.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૧, સુલસા રેસી., દેવબાગ પાસે, ચાંદી બજાર, નરેન્દ્રભાઈ ઝવેરીના એક ઘરનો વિસ્તાર.

16.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દરેડ ગોકુલધામ સોસા., રૂમ નં. રર૧/૧ર, ખોડીયાર મંદિર પાછળ, અનિલકુમાર રામેશ્વરના એક ઘરનો વિસ્તાર.

17.   જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં યોગેશ્વરધામ, રાહુલ ફિરોઝભાઈના એક ઘરનો વિસ્તાર

18.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રઘુવીરપાર્ક, શેરી નં. ૪, પ્લોટ નં. ૧૮૦, રણજીતસાગર રોડ, સંઘાણી વર્ષાબેનના એક ઘરનો વિસ્તાર.

19.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજગોર ફળી, પંજાબ બેંકવાળી શેરી, આંબલી શેરી, દિપકભાઈ મનસુખભાઈ મકીમ તથા પ્રવિણાબેન દીપકભાઈ મકીમના એક ઘરનો વિસ્તાર

20.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની હિમાલય સોસા. શેરી નં. ૧, દલસુખ ગોરધન વડગામાના એક ઘરનો વિસ્તાર.

21.   જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બુરહાની પાર્ક, ઉજેફાભાઈ તાહેરભાઈ ધાબરીયાના એક ઘરનો વિસ્તાર.

22.   જામનગર જીલ્લાના જામનગર તાલુકાના ધુતારપુર ગામમાં આવેલજુનું ગામ પાસે પ્રભુલાલ બેચર પનારાનું ઘર કુલ ઘર ૧

23.   જામનગર જીલ્લાના લાલપુર તાલુકાનાં કાનાલુસ ગામમાં આવેલ પોસ્ટ ઓફિસની બાજુમાં ચન્દ્રસિંગ જેશીંગ ચૌહાણનું ઘર કુલ ઘર ૧

24.   જામનગર જીલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ ગરબી ચોક પાસે હેમંત દામજી નકુમનું  ઘર કુલ ઘર ૧

25.   જામનગર જીલ્લાના ધ્રોલ નગર પાલીકા વિસ્તારના ચાર ચોક ચંદનવાસમાં આવેલ હિતેશ કટેશીયાનું ઘર કુલ ઘર ૧

26.   જામનગર જીલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં કંસારા શેરીમાં આવેલ અતુલ અમૃત કુરેશીનું ઘર કુલ ઘર ૧

-: અમલવારીનો સમય :-
આ જાહેરનામું તા.૨૬/૧૦/૨૦૨૦ થી તા.૦૫/૧૧/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

 

વધુ વાંચો

શહેર

કોરોના વોરિયર્સનું યોગ કોચ દ્વારા સન્માન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કોચ પ્રીતિબેન શુકલ દ્વારા કોરોનાની મહામારીમાં સેનેટાઇઝેશન તેમજ લોકોની સમસ્યાનું નિરાકરણ લાવનાર કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના મહામારીમાં જામનગરમા રાત દિવસ જોયા વગર જાહેર જનતા માટે સેનેટાઇઝર, માસ્ક સોશિયલ ડિસ્ટન્સ જળવાય એમના પ્રશ્નોનું નિરાકરણ લાવી સાથ અને સહકારથી દરેક નાગરિકને મદદરૂપ થનાર જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલ, મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન સુભાષભાઈ જોશી, કોર્પોરેટર આનંદભાઈને કોરોના યોદ્ધાના મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત આ તકે લોકડાઉન દરમિયાન તપોવન ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત વાળા લોકોને બંને ટાઈમ 1100 લોકો સતત દરરોજનું ભોજન પહોંચાડી સતત લોકોની ચિંતા કરવા બદલ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મહસમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદી, પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીને યોગ ટ્રેનર્સ શારદાબેન ભુવા, પાયલ બેન ભુવા દ્વારા સન્માનિત કર્યા હતા.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ