Connect with us

જામનગર

જામનગરની કોવિડ હોસ્પિટલમાં વધુ 3 દર્દીઓના કોરોનાથી મોત

24 કલાક દરમિયાન જિલ્લામાં 21 કોરોના પોઝિટિવ દર્દી : 17 દર્દીઓએ આપી કોરોનાને માત : જિલ્લામાં કુલ 122 એક્ટિવ કેસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જાય છે. જેમા હવે ઘટાડો નોંધાયો છે. જામનગર શહેરના 11 અને ગ્રામ્યના 10 સહિત જિલ્લાના કુલ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથોસાથ મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે અને સરકારી જી જી હોસ્પિટલમાં 3 દર્દીના મૃત્યુ થયા છે. જોકે એક્ટિવ કેસમાં વધારો થતો જાય છે. સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 122 દર્દીઓ સારવાર હેઠળ છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્યના ચાર શહેરોમાં રાત્રિ કફર્યૂ લગાવવામાં આવ્યો છે અને આ કફર્યૂ કેટલાં દિવસ ચાલુ રહેશે તે હજુ નિર્ણય કરવામાં આવ્યો નથી.

તેમજ જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિવાળી પછી વધારો થયો હતો, જેમા ગઇકાલે થોડો ઘટાડો નોંધાયો છે જામનગર શહેરના 11 કેસ નોંધાયા હોવાથી શહેરનો કુલ આંકડો 6,500 નો થયો છે. જ્યારે ગ્રામ્યના 10 પોઝિટિવ કેસ નોંધાતાં ગ્રામ્યનો કુલ આંક 1580 નો થયો છે. જ્યારે સમગ્ર જિલ્લામાં કુલ 8,553 લોકો કોરોના સંક્રમિત બન્યા છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં જામનગર શહેરના 55 જ્યારે ગ્રામ્યના 67 મળી 122 પોઝિટિવ એક્ટિવ કેસ છે. જામનગર શહેરના 17 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. જ્યારે ગ્રામ્ય 7 દર્દીઓને રજા મળી છે. આજે જી.જી.હોસ્પિટલમાં 3 દર્દીઓના મૃત્યુ નિપજતાં જામનગર જિલ્લામાં કુલ મૃત્યુનો આંકડો 899 નો થયો છે.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ