Connect with us

આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશની મસ્જીદમાં આગથી 17ના મોત

એક પછી એક 6 એસી ફાટ્યા : પાઇપલાઇનમાં ગેસ લીકથી આગ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બાંગ્લાદેશની એક મસ્જિદમાં લાગેલી આગથી અત્યાર સુધીમાં 17 લોકોના મોત થઇ ચૂકયા છે. મૃતકોમાં એક 7 વર્ષનું બાળક પણ સામેલ છે. ઘટનામાં 20 લોકો બળી ગયા. તેમની ઢાકાની શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી સેન્ટરમાં સારવાર ચાલી રહી છે.

ગઇકાલે થયેલા આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત નીપજ્યા છે. જો કે બાંગ્લાદેશની રાજધાની ઢાકાની બહારના વિસ્તારમાં એક મસ્જિદમાં લગાવેલા એસીમાં બ્લાસ્ટ થયો. અહીં એક પછી એક ધડાધડ 6 એસી ફાટ્યા અને આખી મસ્જિદમાં આગ લાગી ગઇ. જ્યારે મસ્જિદમાં આગ લાગી ત્યારે અહીં લોકો નમાજ પઢી રહ્યા હતા.

આગના કારણ અંગે કહેવાય છે કે પાઇપલાઇનમાંથી ગેસ લીક થતા એક નાનકડો સ્પાર્ક થયા બાદ આગ લાગી. ત્યારબાદ મસ્જિદના ગ્રાઉન્ડ ફલોરમાં લાગેલા એસીમાં બ્લાસ્ટ થયો અને ગણતરીની મિનિટોમાં જ મસ્જિદના ગ્રાઉન્ડ ફલોરમાં આગ લાગી ગઇ.

તાજેતરમાં જ મસ્જિદના મેનેજમેન્ટે પાઇપલાઇનમાંથી ગેસ લીકેજની ફરિયાદ ગેસ કંપનીમાં નોંધાઇ હતી.

આંતરરાષ્ટ્રીય

થીમપાર્કના 28000 કર્મચારીઓને છૂટા કરવા ડિઝનીનો નિર્ણય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં બેરોજગારીનો કહેર ફેલાઈ ચૂક્યો છે. આ સંકટમાં હવે મનોરંજન ક્ષેત્રની જાણીતી કંપની ડિઝ્નીએ પણ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના થીમ પાર્કમાં કામ કરી રહેલા 28000 કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે.

કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે કોરોના મહામારીનો કહેર લાંબા સમય સુધી ચાલી રહ્યો હોવાના કારણે અમેરિકાના અનેક થીમપાર્કમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવશે.

ડિઝ્ની પાર્કના ચેરમેને કહ્યું કે આ સ્થિતિ ખૂબ જ દુઃખદાયી છે પરંતુ કોરોનાના કારણે કારોબાર પણ પ્રભાવિત થયા છે. સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ, ઓછા કર્મચારીની સંખ્યામાં કામ કરવું અને મહામારીની અનિશ્ચિતતાના કારણે આ કામ કરવું પડી રહ્યું છે. કંપની પોતાના થીમપાર્કમાંથી 28000 કર્મચારીઓને છૂટા કરશે.

કંપનીના જણાવ્યા અનુસાર તે થીમપાર્કના લગભગ એક ચતુર્થાંશ એટલે કે 28000 કર્મચારીઓને છૂટા કરશે. ફક્ત ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં ડિઝ્નીના થીમપાર્કમાં મહામારી પહેલાં 1,10,000 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. હવે નવી નીતિના આધારે કર્મચારીઓને છૂટા કરવાની યોજના છે. ત્યારબાદ કંપનીમાં 82000 કર્મચારીઓ કાર્યરત રહેશે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

હાઇડ્રોજનનાં ઉપયોગમાં વિશ્વ અગ્રણી બનવા જાપાનનું પ્રયાણ

સાઉદી અરેબિયાએ કર્યુ વિશ્વનું પ્રથમ વાદળી એમોનિયાનું ઉત્પાદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિશ્વની પ્રથમ વાદળી એમોનિયાનું વહન સાઉદી અરેબિયાથી જાપાન જઇ રહ્યું છે, જ્યાં તેનો ઉપયોગ કાર્બન ઉત્સર્જન વિના વીજ ઉત્પાદન માટે પાવર સ્ટેશનમાં કરવામાં આવશે.

રવિવારે ઘોષણા કરનાર સાઉદી અરામકોએ ઇંધણનું ઉત્પાદન કર્યું, જે તે હાઇડ્રોકાર્બનને હાઇડ્રોજન અને ત્યારબાદ એમોનિયામાં ફેરવીને અને કાર્બન ડાયોક્સાઇડ બાયપ્રોડક્ટને કબજે કરીને કરે છે. જાપાનને પ્રથમ શિપમેન્ટમાં 40 ટન વાદળી એમોનિયા મળશે, એમ અરામકોએ જણાવ્યું હતું.

કાર્બન ઉત્સર્જનને મુક્ત કર્યા વિના થર્મલ પાવર સ્ટેશનમાં એમોનિયાને બાળી શકાય છે. એનો અર્થ એ કે રાજ્યમાં નિયંત્રિત અરામકોના જણાવ્યા મુજબ, તેમાં “સસ્તું અને વિશ્વસનીય ઓછી કાર્બન ઉર્જા ભાવિમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની સંભાવના છે.”

જાપાનનો હેતુ એમોનિયામાં સમાયેલ હાઇડ્રોજનના ઉપયોગમાં વિશ્વ-નેતા બનવાનો છે. દેશ દ્વારા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને પેરિસ આબોહવા સંધિ હેઠળ 2013 ના સ્તરોથી 2030 સુધીમાં 26% ઘટાડવાની પ્રતિબદ્ધતા છે.

બ્લુ એમોનિયા એ બ્લુ હાઇડ્રોજન માટેનો એક ફીડસ્ટોક છે, અશ્મિભૂત ઇંધણમાંથી બનાવેલ બળતણનું એક સંસ્કરણ, જે સી -2 ઉત્સર્જનને પકડે છે અને સંગ્રહ કરે છે. નવીનીકરણીય ઉર્જામાંથી હાઇડ્રોજન જે ઉત્સર્જન ઉત્પન્ન કરતું નથી તે લીલા હાઇડ્રોજન તરીકે ઓળખાય છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

યુરોપનાં કેટલાંક દેશોમાં શિયાળો એક મહિનો વહેલો બેસી ગયો

ભારે હિમવર્ષા સાથે તાપમાન ગગડ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સામાન્ય રીતે ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં ઓક્ટોબરના અંતથી શિયાળો શરૂ થાય છે. આ દરમિયાન ઠંડીનું આગમન સામાન્ય હિમપાતથી થાય છે પણ આ વર્ષે યુરોપના આ ત્રણેય દેશમાં શિયાળો 1 મહિનો વહેલો બેસી ગયો છે. શનિવારે આલ્પ્સ પર્વતના પહાડી વિસ્તારો, રસ્તા અને રહેણાક વિસ્તારોમાં બરફની ચાદર પથરાઇ ગઇ હતી.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આ વિસ્તારોમાં 10 ઇંચ સુધી બરફવર્ષા થઇ. તાપમાન પણ માઇનસ 2 ડિગ્રી સુધી પહોંચી ગયું. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે શિયાળો શરૂ થતાં જ ક્યારેય આટલી બરફવર્ષા નથી થઇ. સ્વિટ્ઝર્લેન્ડના હવામાન વિભાગ અને જર્મનીની ઇન્સ્ટિટ્યૂટ આૅફ મેટેરોલોજીના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન લોકો ઘરમાં કેદ રહ્યા. આ દરમિયાન પ્રકૃતિમાં હકારાત્મક ફેરફાર જોવા મળ્યા.

 

આલ્પ્સ પર્વતના મોટા ભાગના વિસ્તારોમાં રાત્રે બરફવર્ષા થઇ. સવારે લોકો ઊઠ્યા ત્યારે આસપાસના વિસ્તારોમાં જામેલો બરફ જોઇને ચોંકી ગયા. મોટા ભાગના લોકો ખુશ દેખાયા, કેમ કે કોરોનાકાળમાં બરફવર્ષાએ તેમને રોમાંચિત કરી દીધા. બીજી તરફ ખુશનુમા વાતાવરણ જોઇને લોકો ફરવા નીકળી પડ્યા. આ દરમિયાન અમુક લોકો ટ્રેકિંગ કરવા નીકળી પડ્યા. કેટલાક લોકો સાઇક્લિંગ કરતા દેખાયા તો કેટલાક કાર લઇને હવામાનનો આનંદ માણવા નીકળી પડ્યા.

 

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ