Connect with us

બિઝનેસ

નિફટી ફયુચર ૧૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી….!!!

નિફટી ફયુચર ૧૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી….!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૧.૧૦.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૦૫૪૪.૩૭ સામે ૪૦૭૬૭.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૧૫૦.૪૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૨૫.૫૪ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૨.૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૭૦૭.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૮૯૫.૯૦ સામે ૧૧૯૫૧.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૭૬૬.૭૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૦.૦૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૨૯.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

કોરોના સંક્રમણમાં યુરોપના દેશોમાં ફરી વધારા સામે ભારતમાં રિકવરી રેટ ઝડપી વધવા લાગતાં અને ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના અંકુશમાં આવવાના અહેવાલો અને કેન્દ્ર સરકાર દ્વારા જરૂર પડયે વધુ સ્ટીમ્યુલસ પગલાં લેવાનું આશ્વાસન આપવામાં આવતાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ બજારની મજબૂતી જળવાઈ રહી હતી. વૈશ્વિક મોરચે અમેરિકામાં પ્રમુખપદ માટેની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે અનિશ્ચિતતાના વધતાં માહોલમાં અમેરિકામાં સ્ટીમ્યુલસ પેકેજ માટે અંતિમ વેગ આપવાના થઈ રહેલા પ્રયાસોએ અમેરિકી બજારમાં મજબૂતી સામે એશીયા – પેસેફિક દેશો અને યુરોપના દેશોના બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર તેજીમાં ખુલ્યા બાદ પ્રારંભિક તેજી ગુમાવી દીધી હતી, પરંતુ દિવસની અફડાતફડી બાદ અત્યંત અસ્થિર સત્રમાં લોન પર વ્યાજ માફીની અફવાઓ સામે મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલીએ ભારતીય શેરબજાર સતત ચોથા ટ્રેડિંગ દિવસે વધારા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, યુટિલિટીઝ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે સીડીજીએસ, એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, આઈટી, ઓટો અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૭ અને વધનારની સંખ્યા ૧૩૬૫ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હોવા છતાં હાલ બજાર ઊંચાઈ પર ટકી રહ્યું છે તેનું સૌથી મહત્વનું કારણ એફઆઈઆઈની ખરીદી છે. એફઆઈઆઈએ ગત સપ્તાહે અંદાજીત રૂ.૧૧૮૫.૫૧ કરોડની નેટ ખરીદી કરી હતી. તે અગાઉના સપ્તાહે અંદાજીત રૂ.૩૩૭૧.૨૬ કરોડની નેટ ખરીદી કરી હતી. યુરોપમાં વધતા જતા કોરોના કેસને પગલે ફ્રાન્સ-જર્મની જેવા દેશોમાં લાગુ થયેલા નિયંત્રણોને કારણે ગયા સપ્તાહે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું. અમેરિકામાં સ્ટીમ્યુલસ પેકેજ ચૂંટણી પહેલા જાહેર થવાની સંભાવના ન રહેતા તેની પણ અસર થઈ હતી. આગામી દિવસોમાં કોઈ મોટી ઈવેન્ટ ન હોવાથી વૈશ્વિક પરિબળો અને કોરોના સંબંધિત ઘટનાક્રમ ભારતીય શેરબજાર પર હાવિ રહેશે. યુરોપ સહિત જો વધુ નિયંત્રણો આવશે તો બજાર નેગેટિવ રિએક્ટ કરશે. ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્તર પર સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોની અસર જોવા મળશે અને વૈશ્વિક સ્તર પર કોરોના અને અમેરિકાની ચૂંટણી જેવા પરિબળો અસર કરશે.

તા.૨૨.૧૦.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૧.૧૦.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૯૨૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૯૪૪ પોઈન્ટ થી ૧૧૯૮૯ પોઈન્ટ, ૧૨૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૧.૧૦.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૪૭૦૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૭૭ પોઈન્ટ થી ૨૪૮૩૩ પોઈન્ટ, ૨૪૮૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૪૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • TCS લિ. ( ૨૬૮૭ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૦૩ થી રૂ.૨૭૩૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • મેક્સ ફાઈનાન્સિયલ ( ૫૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૫૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૫૯૩ થી રૂ.૬૦૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ભારત ફોર્જ ( ૪૫૮ ) :- રૂ.૪૪૦ નો પ્રથમ તેમજ રૂ.૪૩૩ ના બીજા સપોર્ટથી ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૭૨ થી રૂ.૪૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૩૨૧ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૨૮ થી રૂ.૩૩૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બંધન બેન્ક ( ૩૧૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ACC લિ. ( ૧૬૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૬૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૦૩ થી રૂ.૧૫૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૩૫૭ ) :- રૂ.૧૩૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઇન્ફોસિસ લિ. ( ૧૧૩૪ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૭૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૨૨ થી રૂ.૧૧૧૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારતી એરટેલ ( ૪૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૦૮ થી રૂ.૪૦૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત પેટ્રો ( ૩૫૧ ) :- રૂ.૩૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૩૮ થી રૂ.૩૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

બિઝનેસ

નિફ્ટી ફયુચર ૧૩૧૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૭.૧૧.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૪૨૫૯.૭૪ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૪૩૨૫.૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૩૯૯૫.૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૧.૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૦.૦૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૪૧૪૯.૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૦૨૨.૫૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૦૪૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૨૯૬૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૯૯૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણનો તોફાની તેજીએ અંત આવ્યો હતો. બેંકિંગ – ફાઈનાન્સ, મેટલ શેરોની આગેવાનીએ સેન્સેક્સે ફરી ૪૪૦૦૦ પોઈન્ટની સપાટી અને નિફટીએ ૧૩૦૦૦ પોઈન્ટની સપાટી પાર કરી હતી, પરંતુ કોરોનાના કેસોમાં ફરી સંક્રમણ વધતાં અને અમેરિકા, યુરોપના દેશોમાં કોરોના મહામારીની ચિંતાજનક સ્થિતિ સામે કોરોના વેક્સિન પરીક્ષણમાં પ્રગતિના અહેવાલો અને અમેરિકામાં બેરોજગારીના દાવામાં વધારાથી ચિંતા સામે સ્ટીમ્યુલસ પેકેજની અપેક્ષાએ નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે ભારતીય શેરબજારમાં આરંભિક કામકાજમાં તેજી બાદ ઘટાડો જોવા મળ્યો હતો. નવેમ્બર વલણના અંત બાદ આજે તેજીના મહારથીઓએ ડિસેમ્બર વલણના પ્રથમ દિવસે શરૂઆતી તબક્કામાં સુધારા બાદ ઉછાળે નફારૂપી વેચવાલી કરતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ કોરોના વેક્સિન ડેવલપમેન્ટની જાણકારી મેળવવા પૂનાની સેરમ ઈન્સ્ટીટયુટની મુલાકાત લેવાનું નક્કી કરતાં ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં તેજી સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને ઓટો શેરોમાં ભારે તેજી જોવાઈ હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૪૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં સેક્ટરલ ઈન્ડાયસીસમાં, સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, પાવર અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી, આઈટી, ટેલિકોમ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૩૧ અને વધનારની સંખ્યા ૧૭૬૮ રહી હતી, ૧૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, નવેમ્બર માસમાં યુરોપ અને યુએસ ખાતે કોવિડના બીજા રાઉન્ડમાં સંક્રમણમાં ઊંચી વૃદ્ધિ છતાં બજારોએ તેની અવગણના કરી હતી. ભારતીય શેરબજાર રોકાણકારો માટે નવેમ્બર ડેરિવેટિવ્સ સિરીઝ ગુરુવારે પૂરી થઈ હતી. જે દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટીએ અંદાજીત ૧૧.૫%ના સુધારા દર્શાવવા સાથે ૧૩ હજારના સ્તરને પાર કર્યું હતું. જે કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં એપ્રિલ ડેરિવેટિવ્સ સિરીઝ બાદની સૌથી વળતરદાયી સિરીઝ બની રહી હતી. યુએસ પ્રમુખપદની ચૂંટણી જેવી બજારો પર મોટી અસર કરી શકે તેવી ઘટના વચ્ચે પણ શેરબજારો તેજી જાળવી રાખવા સાથે નવી ટોચ દર્શાવતાં રહ્યાં હતાં. ભારતીય શેરબજારમાં તેજીનું મુખ્ય કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈનફ્લો હતો. નવેમ્બર સિરીઝમાં એફઆઈઆઈએ અંદાજીત રૂ.૬૦,૦૦૦ કરોડથી વધુનો વિક્રમી ઈનફ્લો દર્શાવ્યો હતો. બીજી રીતે કહીએ તો સિરીઝ દરમિયાન તેમણે દૈનિક સરેરાશ રૂ.૩૦૦૦ કરોડથી વધુનો ઈનફ્લો જાળવ્યો હતો. બીજી બાજુ સ્થાનિક ફ્ંડ્સે તેની વેચવાલી જાળવી હતી અને પ્રમાણમાં નાની કહી શકાય એવી સિરીઝમાં રૂ.૪૦,૦૦૦ કરોડનું નોંધપાત્ર વેચાણ નોંધાવ્યું હતું. સ્થાનિક બજારમાં બેન્ક શેર્સ સમગ્ર સિરીઝ દરમિયાન લાઈમલાઈટમાં રહ્યાં હતાં. બજારમાં સૌથી વધુ વેઈટેજ ધરાવતું બેંકિંગક્ષેત્ર લાંબા સમયથી અન્ડરપર્ફેર્મન્સ દર્શાવી રહ્યું હતું અને તેથી તેના સપોર્ટે બજારને નવી ટોચ બનાવવામાં ખૂબ મદદ કરી હતી.

તા.૦૧.૧૨.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૭.૧૧.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૨૯૯૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૩૧૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૨૯૩૩ પોઈન્ટ થી ૧૨૯૦૯ પોઈન્ટ, ૧૨૮૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૧૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૭.૧૧.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૯૬૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૯૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૩૦૦૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૯૪૭૪ પોઈન્ટ થી ૨૯૨૯૦ પોઈન્ટ, ૨૯૦૯૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૦૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એપોલો હોસ્પિટલ ( ૨૩૨૩ ) :- હેલ્થકેર ફેસિલિટી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૪૭ થી રૂ.૨૩૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એશિયન પેઈન્ટ ( ૨૧૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૧૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૧૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૨૧૨ થી રૂ.૨૨૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મહાનગર ગેસ ( ૧૦૫૮ ) :- રૂ.૧૦૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૭ ના બીજા સપોર્ટથી યુટિલિટીઝ : નોન-ઇલેક્ટ્રિક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૪ થી રૂ.૧૦૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સિપ્લા લિ. ( ૭૪૩ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૦ થી રૂ.૭૭૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૫૭૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૮૮ થી રૂ.૬૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટોરેન્ટ ફાર્મા ( ૨૬૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૬૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૫૯૭ થી રૂ.૨૫૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • પિડિલાઈટ ઈન્ડ. ( ૧૫૨૨ ) :- રૂ.૧૫૫૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • માઈન્ડટ્રી લિ. ( ૧૪૧૪ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • TVS મોટર ( ૫૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૮૮ થી રૂ.૪૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૪૬૬ ) :- રૂ.૪૮૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૪૦ થી રૂ.૪૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફયુચર ૧૩૧૩૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૬.૧૧.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૩૮૨૮.૧૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૩૯૬૭.૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૩૫૮૨.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૭૯.૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૧.૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૪૨૫૯.૭૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૮૫૯.૧૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૨૯૨૦.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૭૮૫.૭૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૨.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૭.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૯૮૬.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને વિદેશી ભંડોળના સતત નાણાંપ્રવાહને કારણે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોના મહામારીને નાથવા વિશ્વભરમાં કોરોના વેક્સિનના પ્રયોગમાં મળી રહેલી સફળતાં અને ભારતમાં પણ આ વેક્સિનના વિતરણ માટેની વ્યવસ્થા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજયો સાથે મળીને યુધ્ધના ધોરણે તૈયારી કરવા લાગતાં આગામી દિવસોમાં આ સંકટ દૂર થવાની શકયતાના પોઝિટીવ પરિબળ વચ્ચે ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંત પૂર્વે આજે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડાતફડી જોવા મળી હતી. કોરોનાને નાથવા માટે વધુ ને વધુ કંપનીઓ રસીની શોધમાં આગળ ધપી રહી છે અને પોઝિટિવ પરિણામો મળી રહ્યા છે, જેને બજાર આવકારી રહ્યું છે. વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. યુરોપના બજારો નેગેટિવ રહ્યા હતા, જ્યારે એશિયામાં ચીન, હોંગકોંગ અને કોરિયાના બજારોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં શરૂઆતી તેજી બાદ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને ઈન્ડેક્સ નેગેટિવ ઝોનમાં આવી ગયા હતા. પરંતુ, ત્યારબાદ મેટલ, બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ અને ટેલિકોમ શેરોમાં રિબાઉન્ડ જોવા મળ્યું હતું. જેને પગલે બજારમાં નોંધપાત્ર સુધારો આવ્યા સાથે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે મેટલ, બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, ટેલિકોમ, હેલ્થકેર અને બેન્કેક્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. જ્યારે બાકી બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૯૧ અને વધનારની સંખ્યા ૧૭૬૪ રહી હતી, ૧૮૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોનાની મહામારી નબળી પડી જવા પછી પણ વિશ્વના મોટા ભાગના દેશોમાં ભારત સૌથી ખરાબ રીતે અસર પામેલો દેશ બની રહેશે. વર્ષ ૨૦૨૫ સુધી ભારતની સ્થિતિ ખરાબ રહેશે એમ ઓકસફોર્ડ ઈકોનોમિકસના એક અહેવાલમાં જણાવાયું છે. કંપનીઓની બેલેન્સશીટસ પરનું દબાણ જે કોરોના પહેલા જ ઊભું થઈ રહ્યું હતું, તે વધુ કથળશે એમ પણ રિપોર્ટમાં જણાવાયું છે. ભારતનો આર્થિક વિકાસદર આગામી પાંચ વર્ષમાં ૪.૫૦% જોવા મળશે, જે કોરોના મહામારીના ફેલાવા પહેલા ૬.૫૦% રહેવા ધારણાં રખાતી હતી. તાણ હેઠળની કોર્પોરેટ બેલેન્સ શીટસ, બેન્કોની એનપીએના ઊંચા આંક, કેટલીક એનબીએફસીની નિષ્ફળતા તથા લેબર માર્કેટની નબળાઈઓ, જેવા પડકારો જે ભારતના વિકાસ સામે આ અગાઉથી જ અવરોધરૂપ બની રહ્યા હતા. આની પડનારી લાંબાગાળાની પ્રતિકૂળ અસર ભારતના વિકાસ દરને કોરોના પહેલાના સ્તર કરતા પણ નીચે ઘસડી જશે. ભારતનું અર્થતંત્ર ૨.૮૦ ટ્રિલિયન ડોલર જેટલું છે, ત્યારે ભારતનો આર્થિક વિકાસ દર નકારાત્મક સ્તરે ગયો હોવા છતાં દેશને વર્ષ ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનાવવાના વિકાસને ગતિ આપવા સરકારે અનેક પગલાં જાહેર કર્યા છે, પણ માંગને વધારવા તે ટૂંકા પડી રહ્યા છે.

તા.૨૭.૧૧.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૬.૧૧.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૦૪૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૧૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૩૧૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૩૦૦૩ પોઈન્ટ થી ૧૨૯૭૦ પોઈન્ટ, ૧૨૯૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૧૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૬.૧૧.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૯૬૭૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૯૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૩૦૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૯૬૯૬ પોઈન્ટ થી ૨૯૪૭૪ પોઈન્ટ, ૨૯૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC લિ. ( ૨૨૫૧ ) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૬૬ થી રૂ.૨૨૭૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • કોટક બેન્ક ( ૧૮૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૬૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૪૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૦૩ થી રૂ.૧૯૧૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ACC લિ. ( ૧૭૦૨ ) :- રૂ.૧૬૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૬૬૬ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાઈટન લિ. ( ૧૩૩૮ ) :- એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૪ થી રૂ.૧૩૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૫૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૩૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૭૮ થી રૂ.૮૮૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૧૫૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૩૦ થી રૂ.૧૫૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લાર્સન એન્ડ ટૂબ્રો ( ૧૧૨૬ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ભારતી એરટેલ ( ૪૭૧ ) : ટેલિકોમ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૪૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૪૫૬ થી રૂ.૪૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત પેટ્રો ( ૩૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઈનરી / પેટ્રો – પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૭૩ થી રૂ.૩૬૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • RBL બેન્ક ( ૨૨૩ ) :- રૂ.૨૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૨૧૬ થી રૂ.૨૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

જીએસટી નંબર ઉપર ઇ-વેબિલ બનવાના બંધ થશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જી.એસ.ટી. નિયમો 138E (a) અને (b) મુજબ ખરીદનાર ઉપર અથવા વેચનારના જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલ બનવાના 01 ડિસેમ્બરથી થશે બંધ

જી.એસ.ટી. કાયદા હેઠળ અમુક નિયમોને આધીન 50000 થી ઉપરનો માલ વહન થતો હોય તો ઇ વે બિલ બનાવવું ફરજિયાત હોય છે. ઇ વે બિલ બનાવવા જવાબદાર માલ માટે ઇ વે બિલ બનાવ્યા વગર માલ વહન થતો હોય તેના ઉપર માલ જપ્તી અથવા દંડકીયા કાર્યવાહી થઈ શકે છે. કોવિડ-19 ના સમયમાં અમુક રાહતો આપી હવે 01 ડિસેમ્બર 2020 થી કોઈ કરદાતાના બે કે તેથી વધુ 3B રિટર્ન/CMP-08 રિટર્ન બાકી હશે તો તેમના જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલ જનરેટ થવાનું બંધ થઈ જશે.

આ સુધારાની ખાસ વેપારીઓએ નોંધ લેવી જરૂરી છે. રિટર્ન બાકી હોય ત્યારે માલની ખરીદી વેચાણ કરવા ઇ વે બિલ બનાવવું જરૂરી હશે ત્યારે માલની ખરીદી કે વેચાણ આ ઇ વે બિલ ના બની શકવાના કારણોસર અટકી શકે છે. જેનાથી ધંધાને નુકસાન જવાની સંભાવના છે. એક વાર ઇ વે બિલ બ્લોક થયા પછી સામાન્ય રીતે રિટર્ન ભરી દેવામાં આવે તે પછીના બીજા દિવસે ઇ વે બિલ ફરી અનબ્લોક થતાં હોય છે. જો કે રિટર્ન ભરી અને ઇ વે બિલ પોર્ટલ ઉપર “અપડેટ સ્ટેટ્સ” દ્વારા આ ઇ વે બિલ તુરંત અનબ્લોક કરી શકાય છે.

જી.એસ.ટી. પોર્ટલ ઉપર મૂકવામાં આવેલ માહિત પ્રમાણે જે જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલની સવલત બ્લોક કરવામાં આવશે તેના નોંધાયેલ નંબર ઉપર SMS વડે જાણ કરવામાં આવશે. કોઈ પણ જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલ બ્લોક થવા બાદ જ્યારે બાકી રિટર્ન ભરી આપવામાં આવશે ત્યારે સિસ્ટમ દ્વારા સ્વયંભૂ અનબ્લોકિંગ કરી આપવામાં આવશે. રિટર્ન ભરવાં સિવાય ઇ વે બિલ અનબ્લોક કરવાની અરજી ઓનલાઇન કે મેન્યુલ અરજી જે તે ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારીને કરવાની રહેશે. રિટર્ન ના ભરી શકવાના કારણો તથા રિટર્ન ભર્યા સિવાય ઇ વે બિલ અનબ્લોક કરવા અંગેના કારણો જણાવવાના રહેશે. આ અરજી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવી છે કે નહીં તે જી.એસ.આઇટી. પોર્ટલ ઉપર યુઝર સર્વિસ “વ્યૂ એડીશનલ નોટિસ/ઓર્ડર” ઉપર જોવા મળશે. સામાન્ય રીતે અધિકારી આ પ્રકારની અરજી સ્વીકારશે નહીં તેમ માનવામાં આવી રહ્યું છે. કોઈ ખાસ કાબૂ બહારના સંજોગોમાંજ ઇ-વે બિલ રિટર્ન ભર્યા વગર અનબ્લોક કરવામાં આવશે તેમ પણ માનવમાં આવી રહ્યું છે.આ પ્રકારના નિયમો લાવી કરદાતાઓ જી.એસ.ટી. હેઠળ નિયમિત બને તેવો પ્રયાસ સરકાર કરવામાં આવી રહ્યો છે.

(ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે)

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ