Connect with us

શહેર

જી. જી હોસ્પિટલ ખાતે 1200 બેડની વ્યવસ્થા કરાશે

ખાસ પેશન્ટ એટેન્ડન્ટની નિમણૂક કરાશે : દર્દીના સગા માટે ટેમ્પરી વેઇટિંગ એરિયા બનાવાશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર ખાતે કોવિડની લડાઈમાં વધુ અસરકારક લડત લડવા માટે ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર બે દિવસથી જામનગરની મુલાકાતે છે, જ્યાં તેમણે કોવિડ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરો, યુ.એચ.સી વગેરેની મુલાકાત લઈને જામનગર જિલ્લો આ મહામારી સામેની લડાઈમાં વધુ અસરકારક રીતે લડત આપી શકે એ માટે બેઠકો યોજી માઈક્રો પ્લાનિંગ કરેલ છે.

ત્યારે આજરોજ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે યોજાયેલી બેઠકમાં કોવિડ હોસ્પિટલ અંગે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં હાલ જી.જી.હોસ્પિટલ ખાતે ૬૯૮ બેડ ઉપલબ્ધ છે આ ઉપરાંત ટી.બી.સી.ડી બિલ્ડીંગ ખાતે ૧૨૭ બેડ, જુના સીઝનલ ફ્લૂ વોર્ડ સર્જરી બિલ્ડીંગ ખાતે ૨૨૦ બેડ તેમજ જૂની બિલ્ડીંગ ખાતે ૧૫૦-૧૯૦ જેટલા બેડ કોવિડ માટે તાત્કાલિક તૈયાર કરવામાં આવશે,જેમાં ૧૫ આઇ.સી.યુ. બેડ પણ રહેશે આમ જામનગર ખાતે કોવિડની સારવાર માટે ૧૨૦૦ બેડની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવશે.

આ ઉપરાંત કોવિડ હોસ્પિટલ ખાતે વધારાના ૬૦ વેન્ટિલેટરની આવશ્યકતા હોય તેની પણ તાત્કાલિક પૂર્તિ કરવામાં આવશે, હાલ હોસ્પિટલ ખાતે ૧૬૦ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. હોસ્પિટલના દરેક માળને સેપરેટ ઓક્સિજન લાઈન બેકઅપ નાખવાની પ્રક્રિયા પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવેલ છે. આ સાથે જ હાલમાં કોવિડ દર્દીઓ ખૂબ ગંભીર પરિસ્થિતિમાં આવતા હોય તેમને તાત્કાલિક ઓક્સિજનની જરૂર હોઇ ઓક્સિજનની મોટી ૨૦,૦૦૦ લીટરની ટેંક મૂકવા માટેની કાર્યવાહી પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. હોસ્પિટલના સ્ટાફને સમયાંતરે ડિઝાસ્ટર મોકડ્રીલ પણ કરાવવામાં આવશે. કોવિડની સારવાર માટે આવશ્યક ઇંજેકશન રેમ્ડેસીવીરનો પૂરતો જથ્થો પણ પૂરો પાડવામાં આવશે.

દરેક વોર્ડમાં ઓનલાઈન એન્ટ્રી અને ડેટાની ચોકસાઈ રહે તે માટે ટેબલેટ આપવામાં આવશે, આ ઉપરાંત સિવીયર અક્યુટ રેસ્પીરેટરી ઇલનેસ ધરાવતા દર્દીઓ ડેટાનું પ્રોજેક્શન અને એનાલીસીસ પણ કરવામાં આવશે. હાલમાં ૨૫ ખાનગી એનેસ્થેસિયા અને પલ્મોનોલોજી ડોકટરો હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે તેમાં વધારો કરી અન્ય પ્રાઇવેટ ડોક્ટરોને પણ કોવિડમાં સેવા આપવા માટે જોડવામાં આવી રહ્યા છે. હાલ સુધીમાં કોરોના માટેના આર.ટી.પી.સી.આર સેમ્પલ કલેક્શન માટે હોસ્પિટલમાં ઉપરના માળે દર્દીઓને જવું પડતું જ્યારે હવેથી તેમના સેમ્પલ કલેક્શનની પ્રક્રિયા ઓ.પી.ડી સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર જ કરવામાં આવશે.

કોવિડના દર્દીના સગાઓને હોસ્પિટલ ખાતેથી તેમના સ્વાસ્થ્યની જાણ થતી રહે તે માટે હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવેલ છે જેમાંથી હવે દર્દીના સગાને દિવસમાં એકવાર ફોન કરી કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. તદુપરાંત જે દર્દી સાજા થઇ ડિસ્ચાર્જ મેળવતા હશે તેવા દર્દીના પરિવારને ડિસ્ચાર્જના અગાઉના દિવસે તેમના વિશેની જાણ કરવામાં આવશે અને દર્દીને ડિસ્ચાર્જના દિવસે સવારે ૧૨:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાનમાં બપોરના ભોજન બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે તેમજ પેશન્ટ અટેંડંટની નિમણૂંક કરાશે.

સાથે જ જે દર્દીના સગા ડિસ્ચાર્જ સમયે દર્દીને લેવા ન આવી શકે અથવા વાહન ન હોય તેવા દર્દીને ઘરે મુકવા જવા માટે પણ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવશે. ડિસ્ચાર્જ થયેલ દર્દીઓને ડિસ્ચાર્જ સમયે ડિસ્ચાર્જ કીટ આપવામાં આવશે, જેમાં સેનેટાઈઝરની બોટલ, ત્રિપલ લેયર માસ્ક, પાણીની બોટલ તેમજ ડિસ્ચાર્જ થયા બાદ પણ ધ્યાનમાં રાખવાની બાબતોનું” ડુ એન્ડ ડોન્ટ પેમ્ફલેટ આપવામાં આવશે. કોવિડના દર્દીના સગાઓ માટે બેરીકેટની આગળ ટેમ્પરરી વેઇટીંગ એરિયા બનાવવામાં આવશે. સંપૂર્ણ હોસ્પિટલમાં સતત સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.

આમ, બેઠકમાં અનેક આવશ્યક નિર્ણય લઇ જામનગરના લોકોને આ સંક્રમણમાં વધુ ગુણવત્તાલક્ષી સારવાર આપવા માટે અને સંતોષકારક સેવા આપવાના ધ્યેય સાથે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા છે.

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 20 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 1. જામનગર જિલ્લાના જામનગર તાલુકા બજરંગપુર ગામમાં આવેલ મેઈન રોડ પર ચંગાણી ભાણજી ઘેલા ધમસાણીયાનું ઘર કુલ ઘર ૧.
 2. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ફલ્લા ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલ મગનભાઇ દકુભાઈ ધમસાણીયાનું ઘર કુલ ઘર ૧.
 3. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં કુંભનાથપરામાં આવેલ મિલન નારણભાઇ અકબરીનું ઘર કુલ ઘર ૧.
 4. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં પટેલ વાડીમાં આવેલ મુકેશભાઇ વસરાણીનું ઘર કુલ ઘર ૧.
 5. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં રણુજા રોડ પર આવેલ બોમ્બે માર્કેટ પાસે દિનેશ હંસરાજભાઇ ચાવડાનું ઘર કુલ ઘર ૧.
 6. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના જાંબુડા ગામમાં આવેલ આસ્થા ડીસ કેબલની બાજુમાં દેવલ દીલુભાઈ વાલિયાનું ઘર કુલ ઘર ૧.
 7. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલ શ્રીજી સોસાયટીમાં દિનેશ નરશીહ વાડોલીયાનાં ઘરથી વિકાંત પાંડુરંગ તોરકરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
 8. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મૂંગણી ગામ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે પ્રભાતસિંહ નવલસિંહ કન્ચવાનું ઘર ૧.
 9. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ ગોશાલા પાછળનો વિસ્તારમાં મનોજ કાંતિ ગોડલિયા નું કુલ ઘર ૧
 10. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નવાનાગના ગામમાં આવેલ રામ મંદિર વાળી શેરીમાં હંસરાજ ભાણજી નકુમનું ઘર કુલ ઘર ૧.
 11. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાનાં વિસ્તારમાં ગીતા મિલ પાસે આવેલ ભીખા ગલાણીનું ઘર કુલ ઘર ૧.
 12. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સાપર ગામમાં આવેલ ત્રણ બતી ચોક વિસ્તારમાં સુપીંગ ભવાન બોડાનું કુલ ઘર ૧
 13. જામનગર જિલ્લાના જામનગર તાલુકા બજરંગપુર ગામમાં આવેલ રમેશ કેશવજી ભંડેરીનું ઘર કુલ ઘર ૧.
 14. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ હોટલ દેશીભાણાથી આગળ હાઈવે પર મહિપતસિંહ લાખાજી જાડેજાની વાડી કુલ ઘર ૧.
 15. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાછળ કાનજી ભીમા ધુલિયાનાં ઘરથી ધની માવજી ધુલિયાનું ઘર કુલ ઘર ૨.
 16. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં હરીપર ગામમાં નવી ગ્રામ પંચાયતની પાછળ આવેલ સંગીતા નાથા વસતાનું ઘર કુલ ઘર ૧.
 17. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામમાં આવેલ ગણપત અરજણ મહેતાનાં ઘરથી માલદે પરબત ગાગલીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
 18. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મૂંગણી ગામમાં સમાજ વાળી પાસે આવેલ ચંદુભા મધુભાજાડેજાનું ઘર કુલ ઘર ૧.
 19. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકામાં આવેલ આંબેડકરનગર વિસ્તારમાં કાનજી લાખાનું ઘર કુલ ઘર ૧.
 20. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખારવા ગામમાં આવેલ મોહન ચના મારકણાનાં ઘરથી કરશન છગન મારકણા નાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.

વધુ વાંચો

શહેર

પતિના ઠપકાનું માઠુ લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

ખેતીકામ બાબતે ધ્યાન આપવા ઠપકો : સારવાર દરમિયાન મોત : મોડપરમાં દવાની વિપરીત અસરથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના નંદાણા ગામની સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતી મહિલાએ તેણીના પતિ દ્વારા ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નંદાણા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતી મણીબેન છપનીયા (ઉ.વ.27) નામની મહિલાને તેણીના પતિએ ખેતીકામમાં ધ્યાન નથી આપતી તેવો ઠપકો આપતા માઠું લાગી આવતા મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણના આધારે પીએસઆઈ એ.ડી.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મૃતકના લગ્ન પાંચ વર્ષ પૂર્વે થયા હોય પોલીસે વધુ તપાસ આરંભી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોવા કરણા ડોડિયા (ઉ.વ.52) નામના પ્રૌઢને તેની વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે ઉલટી થવાથી તબિયત લથડતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે માલદેભાઈ દ્વારા જાણ કરાતા હે.કો. જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

શહેર

જામનગરના SPની ‘ઓપરેશન’ પછી, ત્રણ મહિના બાદ બદલી થશે!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં ગુરૂવારે નવા એસપી તરીકે દિપન ભદ્રનએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે એમ પણ કહેવાય છે કે, આગામી દિવસોમાં તેઓ દરિયા કિનારાના વિસ્તારો પર પણ વિજિલન્સ કડક બનાવશે. અત્રે નોંધનિય છે કે, જામનગરનો દરિયા કિનારો પાકિસ્તાન અને મધ્યપૂર્વના દેશોથી નજીક છે અને ડ્રગ્સ તથા દાણચોરી મામલે દાયકાઓથી કુખ્યાત છે. દેશ વિરોધી તત્વો પણ ભૂતકાળમાં જામનગર-હાલારના દરિયા કિનારાનો ગેરલાભ લઇ ચૂકયા છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઇ સરકારે ચોકકસ પ્રકારના ઓપરેશનો માટે દિપન ભદ્રનને જામનગરનો હવાલો સોંપ્યો હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેની સાથે મહત્વનો મુદો એ પણ છે કે, એસપી દિપન ભદ્રન પાસે જામનગર જિલ્લામાં કામ કરી દેખાડવા ખૂબજ ઓછો સમય છે કારણ કે, આગામી ત્રણ મહિના પછી તેઓને પ્રમોશન મળવાનું હોય 90-100 દિવસ પછી તેઓની જામનગરથી ફરી બદલી થવાની સંભાવનાઓ મજબૂત હોવાને કારણે તેઓએ બહુ ટૂંકાગાળામાં જામનગરમાં પોતાના કાર્યકાળ દરમ્યાન ઝડપથી એક પછી એક ઓપરેશનો પાર પાડવા પડશે એવું પણ હાલ વ્યાપક રીતે ચર્ચાઇ રહ્યું છે. દરમિયાન એવું પણ જાહેર થયું છે કે, જામનગર પોલીસનો જેમાં સમાવેશ થાય છે તે રાજકોટ રેંજના આઈજી અને જાણીતી કોર્પોરેટ કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ વચ્ચે ઝરેલી ચકમક આગામી સમયમાં જામનગર ઉપરાંત રાજકોટ રેંજ પોલીસમાં નવા કડાકા-ભડાકા સર્જે તો પણ નવાઇ નહીં લેખાય.

સેવા, સુરક્ષા, શાંતિ મારી પ્રાથમિકતાઓ : SP બોલ્યા

જામનગરમાં ગઇકાલે ગુરૂવારે નવા એસપી તરીકે ચાર્જ સંભાળનાર દિપન ભદ્રનએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, તેઓ જામનગર શહેર જિલ્લામાં પોતાના કાર્યકાળ દરમ્યાન સેવા, સુરક્ષા અને શાંતિનો લોકોને અનુભવ કરાવશે. ગુરૂવારે શહેર-જિલ્લાના તેઓના હાથ નીચેના અન્ય સિનીયર પોલીસ અધિકારીઓએ તેઓને આવકાર્યા પછી ચાર્જ સંભાળતા જ દિપન ભદ્રનએ મીડિયાના માધ્યમથી લોકોને સેવા, સુરક્ષા અને શાંતિનો કોલ આપ્યો છે. ટફ કોપ (સખત અધિકારી) ની છાપ ધરાવતા આ નવા એસપીને ચોકકસ હેતુ સાથે જામનગર મુકવામાં આવ્યા હોવાનું જાહેર થયું છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ