Connect with us

બિઝનેસ

નિફટી ફયુચર ૧૧૯૩૩ પોઈન્ટ મહત્ત્વની સપાટી….!!!

નિફટી ફયુચર ૧૧૯૩૩ પોઈન્ટ મહત્ત્વની સપાટી….!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૦.૧૦.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૦૪૩૧.૬૦ સામે ૪૦૪૨૦.૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૩૦૫.૫૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૬.૪૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૨.૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૫૪૪.૩૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૮૮૯.૪૦ સામે ૧૧૮૫૫.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૮૩૧.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૩.૯૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬.૫૦ પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે ૧૧૮૯૫.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા પીએસયુ બેંકોને તેમનો મૂડી ખર્ચ વધારીને અર્થતંત્રને વૃદ્વિના પંથે આગળ વધારવા જણાવાતા અને આગામી દિવસોમાં નવું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાની અપેક્ષા અને આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકામાં પ્રમુખ પદ માટેની આવી રહેલી ચૂંટણી પૂર્વે અનિશ્ચિતતાના માહોલમાં સાવચેતી સામે ફંડો એશીયા-પેસેફિક દેશોના વિકાસશીલ રાષ્ટ્રોના બજારોમાં રોકાણ કરવાનું પસંદ કરતાં અને કોરોના સંક્રમણ ભારતમાં સપ્ટેમ્બરમાં જ પીક પર પહોંચી ગયાના અને ફેબ્રુઆરી સુધીમાં કોરોનાથી મુક્તિ મળવાના અહેવાલોની પોઝિટીવ અસર આજે ભારતીય શેરબજાર પર જોવાઈ હતી. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં રેન્જબેઉન્ડ મુવમેન્ટ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પસંદગીની લેવાલી નોંધાતા માર્કેટબ્રેડથ પોઝિટીવ રહેતા મંગળવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, ફાઈનાન્સ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, રિયલ્ટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી, એફએમસીજી, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૫ અને વધનારની સંખ્યા ૧૩૨૬ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, બજારમાં ખાસ્સી ઝડપી આગેકૂચ પછી દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ શરૂ થયું છે. પરિસ્થિતિની વાસ્તવિકતાને ધ્યાનમાં લેતાં ઈન્ડેક્સ બેઝડ તેજીના વેપારમાં ઉછાળે સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે. એકાએક બજાર વધુ આંચકામાં મોટું કરેકશન આગામી દિવસોમાં બતાવે તો આશ્ચર્ય નહીં પામશો. કોર્પોરેટ પરિણામોની સીઝન પણ એકંદર સાધારણ થી નબળા પરિણામોની નીવડવાની શકયતા વચ્ચે બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં ૨૧,ઓકટોબર ૨૦૨૦ના બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ તેમજ ૨૨,ઓકટોબર ૨૦૨૦ના રોજ એશીયન પેઈન્ટસ, બજાજ ઓટો અને ૨૩,ઓકટોબર ૨૦૨૦ના નેસ્લ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા ના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. વૈશ્વિક મોરચે કોરોના સંક્રમણની સ્થિતિ સાથે આર્થિક રિકવરી પર વધી રહેલા દબાણને લઈ અમેરકા, યુરોપના દેશો દ્વારા સ્ટીમ્યુલસના સંભવિત પગલાં અને ખાસ અમેરિકામાં પ્રેસીડેન્ટ માટે યોજાનારી ચૂંટણીના ડેવલપમેન્ટ પર નજર રહેશે.

તા.૨૧.૧૦.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૦.૧૦.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૮૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૯૧૯ પોઈન્ટ થી ૧૧૯૩૩ પોઈન્ટ, ૧૧૯૬૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૯૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૦.૧૦.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૪૩૫૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૪૧૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૦૪ પોઈન્ટ થી ૨૪૪૭૪ પોઈન્ટ, ૨૪૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૪૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • TCS લિ. ( ૨૭૪૬ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૬૦ થી રૂ.૨૭૭૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એપોલો હોસ્પિટલ ( ૨૨૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૨૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૧૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૨૪૪ થી રૂ.૨૨૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • પિરામલ એન્ટરપ્રાઈઝ ( ૧૩૧૬ ) :- રૂ.૧૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૨૭૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • HDFC બેન્ક ( ૧૨૨૬ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૬૧૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૨૮ થી રૂ.૬૩૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઇન્ડ. ( ૨૧૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૧૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૪૭ થી રૂ.૨૧૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લાર્સન એન્ડ ટૂબ્રો ( ૯૨૦ ) :- રૂ.૯૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૯૦૯ થી રૂ.૮૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૭૧૦ ) : ઇલેક્ટ્રિક એક્વીપમેન્ટ / પ્રોડક્શન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૩૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૯૬ થી રૂ.૬૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૬૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કાર & યુટિલિટી વિહિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૧૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૯૬ થી રૂ.૫૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૪૦૬ ) :- રૂ.૪૧૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૨૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૯૮ થી રૂ.૩૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

બિઝનેસ

નિફ્ટી ફયુચર ૧૩૧૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૭.૧૧.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૪૨૫૯.૭૪ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૪૩૨૫.૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૩૯૯૫.૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૧.૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૦.૦૨ પોઈન્ટના ઘટાડા સાથે ૪૪૧૪૯.૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૦૨૨.૫૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૦૪૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૨૯૬૬.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૨૯૯૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણનો તોફાની તેજીએ અંત આવ્યો હતો. બેંકિંગ – ફાઈનાન્સ, મેટલ શેરોની આગેવાનીએ સેન્સેક્સે ફરી ૪૪૦૦૦ પોઈન્ટની સપાટી અને નિફટીએ ૧૩૦૦૦ પોઈન્ટની સપાટી પાર કરી હતી, પરંતુ કોરોનાના કેસોમાં ફરી સંક્રમણ વધતાં અને અમેરિકા, યુરોપના દેશોમાં કોરોના મહામારીની ચિંતાજનક સ્થિતિ સામે કોરોના વેક્સિન પરીક્ષણમાં પ્રગતિના અહેવાલો અને અમેરિકામાં બેરોજગારીના દાવામાં વધારાથી ચિંતા સામે સ્ટીમ્યુલસ પેકેજની અપેક્ષાએ નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે ભારતીય શેરબજારમાં આરંભિક કામકાજમાં તેજી બાદ ઘટાડો જોવા મળ્યો હતો. નવેમ્બર વલણના અંત બાદ આજે તેજીના મહારથીઓએ ડિસેમ્બર વલણના પ્રથમ દિવસે શરૂઆતી તબક્કામાં સુધારા બાદ ઉછાળે નફારૂપી વેચવાલી કરતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ કોરોના વેક્સિન ડેવલપમેન્ટની જાણકારી મેળવવા પૂનાની સેરમ ઈન્સ્ટીટયુટની મુલાકાત લેવાનું નક્કી કરતાં ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં તેજી સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને ઓટો શેરોમાં ભારે તેજી જોવાઈ હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૪૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં સેક્ટરલ ઈન્ડાયસીસમાં, સીડીજીએસ, એફએમસીજી, ફાઈનાન્સ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, પાવર અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી, આઈટી, ટેલિકોમ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૩૧ અને વધનારની સંખ્યા ૧૭૬૮ રહી હતી, ૧૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, નવેમ્બર માસમાં યુરોપ અને યુએસ ખાતે કોવિડના બીજા રાઉન્ડમાં સંક્રમણમાં ઊંચી વૃદ્ધિ છતાં બજારોએ તેની અવગણના કરી હતી. ભારતીય શેરબજાર રોકાણકારો માટે નવેમ્બર ડેરિવેટિવ્સ સિરીઝ ગુરુવારે પૂરી થઈ હતી. જે દરમિયાન બેન્ચમાર્ક નિફ્ટીએ અંદાજીત ૧૧.૫%ના સુધારા દર્શાવવા સાથે ૧૩ હજારના સ્તરને પાર કર્યું હતું. જે કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં એપ્રિલ ડેરિવેટિવ્સ સિરીઝ બાદની સૌથી વળતરદાયી સિરીઝ બની રહી હતી. યુએસ પ્રમુખપદની ચૂંટણી જેવી બજારો પર મોટી અસર કરી શકે તેવી ઘટના વચ્ચે પણ શેરબજારો તેજી જાળવી રાખવા સાથે નવી ટોચ દર્શાવતાં રહ્યાં હતાં. ભારતીય શેરબજારમાં તેજીનું મુખ્ય કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈનફ્લો હતો. નવેમ્બર સિરીઝમાં એફઆઈઆઈએ અંદાજીત રૂ.૬૦,૦૦૦ કરોડથી વધુનો વિક્રમી ઈનફ્લો દર્શાવ્યો હતો. બીજી રીતે કહીએ તો સિરીઝ દરમિયાન તેમણે દૈનિક સરેરાશ રૂ.૩૦૦૦ કરોડથી વધુનો ઈનફ્લો જાળવ્યો હતો. બીજી બાજુ સ્થાનિક ફ્ંડ્સે તેની વેચવાલી જાળવી હતી અને પ્રમાણમાં નાની કહી શકાય એવી સિરીઝમાં રૂ.૪૦,૦૦૦ કરોડનું નોંધપાત્ર વેચાણ નોંધાવ્યું હતું. સ્થાનિક બજારમાં બેન્ક શેર્સ સમગ્ર સિરીઝ દરમિયાન લાઈમલાઈટમાં રહ્યાં હતાં. બજારમાં સૌથી વધુ વેઈટેજ ધરાવતું બેંકિંગક્ષેત્ર લાંબા સમયથી અન્ડરપર્ફેર્મન્સ દર્શાવી રહ્યું હતું અને તેથી તેના સપોર્ટે બજારને નવી ટોચ બનાવવામાં ખૂબ મદદ કરી હતી.

તા.૦૧.૧૨.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૭.૧૧.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૨૯૯૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૩૧૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૨૯૩૩ પોઈન્ટ થી ૧૨૯૦૯ પોઈન્ટ, ૧૨૮૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૧૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૭.૧૧.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૯૬૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૯૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૩૦૦૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૯૪૭૪ પોઈન્ટ થી ૨૯૨૯૦ પોઈન્ટ, ૨૯૦૯૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૦૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એપોલો હોસ્પિટલ ( ૨૩૨૩ ) :- હેલ્થકેર ફેસિલિટી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૪૭ થી રૂ.૨૩૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એશિયન પેઈન્ટ ( ૨૧૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૧૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૧૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૨૧૨ થી રૂ.૨૨૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મહાનગર ગેસ ( ૧૦૫૮ ) :- રૂ.૧૦૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૭ ના બીજા સપોર્ટથી યુટિલિટીઝ : નોન-ઇલેક્ટ્રિક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૪ થી રૂ.૧૦૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સિપ્લા લિ. ( ૭૪૩ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૦ થી રૂ.૭૭૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૫૭૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૮૮ થી રૂ.૬૦૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટોરેન્ટ ફાર્મા ( ૨૬૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૬૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૫૯૭ થી રૂ.૨૫૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • પિડિલાઈટ ઈન્ડ. ( ૧૫૨૨ ) :- રૂ.૧૫૫૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • માઈન્ડટ્રી લિ. ( ૧૪૧૪ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • TVS મોટર ( ૫૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૮૮ થી રૂ.૪૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૪૬૬ ) :- રૂ.૪૮૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૪૦ થી રૂ.૪૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફયુચર ૧૩૧૩૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૬.૧૧.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૩૮૨૮.૧૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૩૯૬૭.૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૩૫૮૨.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૭૯.૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૧.૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૪૨૫૯.૭૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૮૫૯.૧૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૨૯૨૦.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૭૮૫.૭૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૨.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૭.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૯૮૬.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને વિદેશી ભંડોળના સતત નાણાંપ્રવાહને કારણે સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોના મહામારીને નાથવા વિશ્વભરમાં કોરોના વેક્સિનના પ્રયોગમાં મળી રહેલી સફળતાં અને ભારતમાં પણ આ વેક્સિનના વિતરણ માટેની વ્યવસ્થા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજયો સાથે મળીને યુધ્ધના ધોરણે તૈયારી કરવા લાગતાં આગામી દિવસોમાં આ સંકટ દૂર થવાની શકયતાના પોઝિટીવ પરિબળ વચ્ચે ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના અંત પૂર્વે આજે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડાતફડી જોવા મળી હતી. કોરોનાને નાથવા માટે વધુ ને વધુ કંપનીઓ રસીની શોધમાં આગળ ધપી રહી છે અને પોઝિટિવ પરિણામો મળી રહ્યા છે, જેને બજાર આવકારી રહ્યું છે. વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. યુરોપના બજારો નેગેટિવ રહ્યા હતા, જ્યારે એશિયામાં ચીન, હોંગકોંગ અને કોરિયાના બજારોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં શરૂઆતી તેજી બાદ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને ઈન્ડેક્સ નેગેટિવ ઝોનમાં આવી ગયા હતા. પરંતુ, ત્યારબાદ મેટલ, બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ અને ટેલિકોમ શેરોમાં રિબાઉન્ડ જોવા મળ્યું હતું. જેને પગલે બજારમાં નોંધપાત્ર સુધારો આવ્યા સાથે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં માત્ર ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે મેટલ, બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ, ટેલિકોમ, હેલ્થકેર અને બેન્કેક્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. જ્યારે બાકી બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૯૧ અને વધનારની સંખ્યા ૧૭૬૪ રહી હતી, ૧૮૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોનાની મહામારી નબળી પડી જવા પછી પણ વિશ્વના મોટા ભાગના દેશોમાં ભારત સૌથી ખરાબ રીતે અસર પામેલો દેશ બની રહેશે. વર્ષ ૨૦૨૫ સુધી ભારતની સ્થિતિ ખરાબ રહેશે એમ ઓકસફોર્ડ ઈકોનોમિકસના એક અહેવાલમાં જણાવાયું છે. કંપનીઓની બેલેન્સશીટસ પરનું દબાણ જે કોરોના પહેલા જ ઊભું થઈ રહ્યું હતું, તે વધુ કથળશે એમ પણ રિપોર્ટમાં જણાવાયું છે. ભારતનો આર્થિક વિકાસદર આગામી પાંચ વર્ષમાં ૪.૫૦% જોવા મળશે, જે કોરોના મહામારીના ફેલાવા પહેલા ૬.૫૦% રહેવા ધારણાં રખાતી હતી. તાણ હેઠળની કોર્પોરેટ બેલેન્સ શીટસ, બેન્કોની એનપીએના ઊંચા આંક, કેટલીક એનબીએફસીની નિષ્ફળતા તથા લેબર માર્કેટની નબળાઈઓ, જેવા પડકારો જે ભારતના વિકાસ સામે આ અગાઉથી જ અવરોધરૂપ બની રહ્યા હતા. આની પડનારી લાંબાગાળાની પ્રતિકૂળ અસર ભારતના વિકાસ દરને કોરોના પહેલાના સ્તર કરતા પણ નીચે ઘસડી જશે. ભારતનું અર્થતંત્ર ૨.૮૦ ટ્રિલિયન ડોલર જેટલું છે, ત્યારે ભારતનો આર્થિક વિકાસ દર નકારાત્મક સ્તરે ગયો હોવા છતાં દેશને વર્ષ ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનાવવાના વિકાસને ગતિ આપવા સરકારે અનેક પગલાં જાહેર કર્યા છે, પણ માંગને વધારવા તે ટૂંકા પડી રહ્યા છે.

તા.૨૭.૧૧.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૬.૧૧.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૦૪૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૧૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૩૧૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૩૦૦૩ પોઈન્ટ થી ૧૨૯૭૦ પોઈન્ટ, ૧૨૯૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૩૧૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૬.૧૧.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૯૬૭૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૯૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૩૦૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૯૬૯૬ પોઈન્ટ થી ૨૯૪૭૪ પોઈન્ટ, ૨૯૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC લિ. ( ૨૨૫૧ ) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૬૬ થી રૂ.૨૨૭૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • કોટક બેન્ક ( ૧૮૮૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૬૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૪૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૦૩ થી રૂ.૧૯૧૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ACC લિ. ( ૧૭૦૨ ) :- રૂ.૧૬૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૬૬૬ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાઈટન લિ. ( ૧૩૩૮ ) :- એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૪ થી રૂ.૧૩૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૫૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૩૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૭૮ થી રૂ.૮૮૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૧૫૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૩૦ થી રૂ.૧૫૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લાર્સન એન્ડ ટૂબ્રો ( ૧૧૨૬ ) :- રૂ.૧૧૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ભારતી એરટેલ ( ૪૭૧ ) : ટેલિકોમ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૪૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૪૫૬ થી રૂ.૪૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત પેટ્રો ( ૩૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઈનરી / પેટ્રો – પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૭૩ થી રૂ.૩૬૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • RBL બેન્ક ( ૨૨૩ ) :- રૂ.૨૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૨૧૬ થી રૂ.૨૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

જીએસટી નંબર ઉપર ઇ-વેબિલ બનવાના બંધ થશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જી.એસ.ટી. નિયમો 138E (a) અને (b) મુજબ ખરીદનાર ઉપર અથવા વેચનારના જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલ બનવાના 01 ડિસેમ્બરથી થશે બંધ

જી.એસ.ટી. કાયદા હેઠળ અમુક નિયમોને આધીન 50000 થી ઉપરનો માલ વહન થતો હોય તો ઇ વે બિલ બનાવવું ફરજિયાત હોય છે. ઇ વે બિલ બનાવવા જવાબદાર માલ માટે ઇ વે બિલ બનાવ્યા વગર માલ વહન થતો હોય તેના ઉપર માલ જપ્તી અથવા દંડકીયા કાર્યવાહી થઈ શકે છે. કોવિડ-19 ના સમયમાં અમુક રાહતો આપી હવે 01 ડિસેમ્બર 2020 થી કોઈ કરદાતાના બે કે તેથી વધુ 3B રિટર્ન/CMP-08 રિટર્ન બાકી હશે તો તેમના જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલ જનરેટ થવાનું બંધ થઈ જશે.

આ સુધારાની ખાસ વેપારીઓએ નોંધ લેવી જરૂરી છે. રિટર્ન બાકી હોય ત્યારે માલની ખરીદી વેચાણ કરવા ઇ વે બિલ બનાવવું જરૂરી હશે ત્યારે માલની ખરીદી કે વેચાણ આ ઇ વે બિલ ના બની શકવાના કારણોસર અટકી શકે છે. જેનાથી ધંધાને નુકસાન જવાની સંભાવના છે. એક વાર ઇ વે બિલ બ્લોક થયા પછી સામાન્ય રીતે રિટર્ન ભરી દેવામાં આવે તે પછીના બીજા દિવસે ઇ વે બિલ ફરી અનબ્લોક થતાં હોય છે. જો કે રિટર્ન ભરી અને ઇ વે બિલ પોર્ટલ ઉપર “અપડેટ સ્ટેટ્સ” દ્વારા આ ઇ વે બિલ તુરંત અનબ્લોક કરી શકાય છે.

જી.એસ.ટી. પોર્ટલ ઉપર મૂકવામાં આવેલ માહિત પ્રમાણે જે જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલની સવલત બ્લોક કરવામાં આવશે તેના નોંધાયેલ નંબર ઉપર SMS વડે જાણ કરવામાં આવશે. કોઈ પણ જી.એસ.ટી. નંબર ઉપર ઇ વે બિલ બ્લોક થવા બાદ જ્યારે બાકી રિટર્ન ભરી આપવામાં આવશે ત્યારે સિસ્ટમ દ્વારા સ્વયંભૂ અનબ્લોકિંગ કરી આપવામાં આવશે. રિટર્ન ભરવાં સિવાય ઇ વે બિલ અનબ્લોક કરવાની અરજી ઓનલાઇન કે મેન્યુલ અરજી જે તે ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારીને કરવાની રહેશે. રિટર્ન ના ભરી શકવાના કારણો તથા રિટર્ન ભર્યા સિવાય ઇ વે બિલ અનબ્લોક કરવા અંગેના કારણો જણાવવાના રહેશે. આ અરજી અધિકારી દ્વારા સ્વીકારવામાં આવી છે કે નહીં તે જી.એસ.આઇટી. પોર્ટલ ઉપર યુઝર સર્વિસ “વ્યૂ એડીશનલ નોટિસ/ઓર્ડર” ઉપર જોવા મળશે. સામાન્ય રીતે અધિકારી આ પ્રકારની અરજી સ્વીકારશે નહીં તેમ માનવામાં આવી રહ્યું છે. કોઈ ખાસ કાબૂ બહારના સંજોગોમાંજ ઇ-વે બિલ રિટર્ન ભર્યા વગર અનબ્લોક કરવામાં આવશે તેમ પણ માનવમાં આવી રહ્યું છે.આ પ્રકારના નિયમો લાવી કરદાતાઓ જી.એસ.ટી. હેઠળ નિયમિત બને તેવો પ્રયાસ સરકાર કરવામાં આવી રહ્યો છે.

(ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે)

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ