Connect with us

બિઝનેસ

નિફટી ફ્યુચર તેજી સંદર્ભે ૧૧૩૭૩ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૦૮.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૪૧૭.૨૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૪૯૮.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૮૨૭૫.૪૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૭૧.૦૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧.૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૩૬૫.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૬૫.૯૦ સામે ૧૧૩૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૩૦૭.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૯.૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૫.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૩૧૦.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વૈશ્વિક બજારોમાં આજે અમેરિકાના શેરબજારો લેબર ડે નિમિતે બંધ રહેતા અને યુરોપના બજારોમાં મંદી સાથે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારોમાં બે-તરફી અફડાતફડી વચ્ચે સાવચેતી જોવા મળી હતી. વૈશ્વિક ઔદ્યોગિક પ્રવૃતિ મંદ પડી રહ્યાના અહેવાલે અને વૈશ્વિક સ્તરે કોરોના વાઈરસ ફરી ફેલાવા લાગ્યાની ચિંતા વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને આવતા સાવચેતી સાથે ભારતમાં આર્થિક મોરચે કથળતી હાલત અને બેરોજગારીના વધતી સમસ્યા વચ્ચે નવું સ્ટીમ્યુલસ પેકેજ અનિવાર્ય બની ગયા સાથે લોન મોરેટોરિયમ લંબાવવાની ફરજ પડે એવી શકયતાએ બેંકો-ફાઈનાન્સ કંપનીઓની હાલત વધુ કફોડી બનવાના અંદાજોએ ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો દ્વારા વેચવાલી જોવા મળી હતી. કોમોડીટી સેક્ટર સંદર્ભે જોઈએ તો વિશ્વમાં ગોલ્ડના બીજા મોટા વપરાશકાર દેશ ભારતની ગોલ્ડ વર્ષ ૨૦૧૯ના ઓગસ્ટમાં અંદાજીત ૧૪.૮૦ ટનની સરખામણીએ વર્તમાન વર્ષના ઓગસ્ટમાં ભારતની ગોલ્ડ આયાત ૩૫.૫૦% રહ્યાનું સરકારી આંકડામાં જણાવાયું છે. આગામી તહેવારોની માગને ધ્યાનમાં રાખીને અને દેશમાં જુલાઈથી લોકડાઉન હળવા કરાયા બાદ ગોલ્ડની આયાતમાં વધારો થયો છે. ગોલ્ડના ભાવ હાલ તેની હાલમાં વિક્રમી ઊચી સપાટીએથી ૧૦% નીચે ટ્રેડ થઈ રહ્યા છે. જો કે તેમ છતા આગામી દિવસોમાં દશેરા-દિવાળીના તહેવારોમાં સોનાની માંગ ઘ્યાને રાખતા આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે આઈટી, એનર્જી, ટેક અને ઓઈલ એન્ડ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે ફાઈનાન્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, સીડીજીએસ, ઓટો, બેન્કેક્સ, હેલ્થકેર, પાવર, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, રિયલ્ટી, બેઝિક મટિરીયલ્સ, મેટલ અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૫૪ અને વધનારની સંખ્યા ૯૫૫ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, દેશભરમાં ચોમાસું અત્યંત સફળ નીવડતાં કૃષિ ક્ષેત્રે ચાલુ વર્ષે ઊંચી અસાધારણ વૃદ્વિની અપેક્ષા છે. જેના થકી ગ્રામીણ અર્થતંત્ર ધમધમતું થવાની અને આર્થિક વિકાસને વેગ મળી શકવાની શકયતા છે. પરંતુ ભારત અને ચાઈના વચ્ચે સરહદે તણાવ વચ્ચે વણસતાં સંબંધો અને અમેરિકા અને ચાઈના વચ્ચેના વણસેલા સંબંધોએ સ્થિતિ વિસ્ફોટક બની રહી છે, ત્યારે આગામી દિવસોમાં બન્ને દેશો વચ્ચે થતી વાટાઘાટ પર નજર રહેશે. આ સાથે સ્ટીમ્યુલસ, લોન મોરેટોરિયમમાં રાહતો સાથે બેંકોની બેલેન્સશીટ આગામી દિવસોમાં વધુ કથળવાના અંદાજોએ આર્થિક મોરચે હજુ ચિંતા યથાવત હોઈ ફંડો, મહારથીઓ શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે. સંખ્યાબંધ કંપનીઓના શેરોના ભાવો પાછલા પાંચ મહિનામાં અસાધારણ વધી આવ્યા હોઈ હવે ઓવરબોટ પોઝિશન હળવી કરીને ફંડો ફરી કેશ પર આવી જવાના અંદાજોએ સાવચેતી જરૂરી રહેશે. આ સાથે નવેમ્બરમાં અમેરિકામાં ચૂંટણી હોઈ ફોરેનના ફંડો પણ સાવચેતીમાં તેમનો રોકાણ પ્રવાહ હળવો કરે એવી શકયતાએ અને વૈશ્વિક બજારોમાં હેજ ફંડો આ ચૂંટણી નજીક આવવાની સાથે મોટી ઉથલપાથલ સર્જશે એવી સંભાવનાએ ભારતીય શેરબજાર પણ બે તરફી અફડાતફડી સાથે અપેક્ષિત કરેકશન જોવાઈ શકે છે.

તા.૦૯.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૮.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૩૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૧૧૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૩૩૩ પોઈન્ટ થી ૧૧૩૪૭ પોઈન્ટ, ૧૧૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૮.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૬૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૫૦૫ પોઈન્ટના પ્રથમ અને ૨૨૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૭૦૭ પોઈન્ટ થી ૨૨૭૭૭ પોઈન્ટ, ૨૨૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • ટેક મહિન્દ્ર ( ૭૫૫ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૭૪૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૭૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૭૬૭ થી રૂ.૭૭૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૭૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • ગ્રાસીમ ઇન્ડ. ( ૬૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૬૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૬૯૦ થી રૂ.૬૯૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • બર્જર પેઈન્ટ ( ૫૫૨ ) :- રૂ.૫૩૬ નો પ્રથમ તેમજ રૂ.૫૨૭ ના બીજા સપોર્ટથી પેઈન્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૬૩ થી રૂ.૫૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • સન ફાર્મા ( ૫૦૨ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૧૪ થી રૂ.૫૨૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • એક્સિસ બેન્ક ( ૪૪૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૩૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૫૩ થી રૂ.૪૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • રામકો સિમેન્ટ ( ૬૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૭૦૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૭૭ થી રૂ.૬૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • મહિન્દ્ર & મહિન્દ્ર ( ૬૧૦ ) :- રૂ.૬૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૫૯૭ થી રૂ.૫૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • મેક્સ ફાઈનાન્સિયલ ( ૫૮૪ ) : લાઇફ ઈન્સ્યોરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૦૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૭૩ થી રૂ.૫૬૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • TVS મોટર ( ૪૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ૨/૩ વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૧૭ થી રૂ.૪૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • કેડીલા હેલ્થકેર ( ૩૬૩ ) :- રૂ.૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૫૦ થી રૂ.૩૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૫.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૬૫૫૩.૬૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૬૯૯૧.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૭૩૦.૫૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪૦.૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૫.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૩૮૮.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૮૩૬.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૯૦૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૮૫૭.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૧૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૫.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૦૩૧.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગુરુવારના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. અમેરિકા તેમજ યુરોપના વિવિધ દેશોમાં ફરી એકવાર કોરોના સંક્રમણમાં વધારો થવા પામ્યો છે. ભારત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. બીજી તરફ અમેરિકામાં મહામારી બાદ રાહત પેકેજ રજૂ કરવામાં પ્રવર્તતી અનિશ્ચિતતાઓની પણ બજાર ઉપર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત આગામી સમયમાં અમેરિકા પ્રમુખ માટેની ચૂંટણી મુદ્દે પણ સાવચેતીનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા કામકાજના છ સત્રથી શેરબજારમાં એકધારી પીછેહઠ જોવા મળી હતી પરંતુ સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. કોમોડીટી સેક્ટર સંદર્ભે વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુમાં મંદી આગળ વધી રહી છે અને બજારમાં સોનાચાંદીના ભાવ બે મહિનાના તળિયે જોવા મળ્યા રહ્યા છે. તાજેતરની ટોચેથી ગોલ્ડમાં ૨૨૫ ડોલર જેટલી પીછેહઠ થઈ છે. ચાંદીમાં પણ મોટો ઘસારો જોવા મળ્યો છે. વિશ્વ બજારમાં ફન્ડવાળા સેફ હેવન તરીકે ગણાતા ગોલ્ડમાંથી બહાર નીકળતા વર્તમાન વર્ષના ઓગસ્ટમાં પ્રતિ ઔંસ ૨૧૦૦ ડોલરની નજીક બોલાતું હતું તે ૨૨૫ ડોલરથી વધુ ઘટીને બે મહિનાના તળિયે પહોંચી ગયું છે. ફન્ડવાળાની લેવાલીથી વિશ્વ સ્તરે ડોલર ઈન્ડેકસ બે મહિનાના ટોચે પહોંચ્યો છે. જ્યારે ક્રુડ તેલમાં ખાસ લેવાલીના અભાવે ધીમો સુધારો જોવા મળી રહ્યો છે. ગોલ્ડના ભાવ નીચે જતા ઘરઆંગણે તહેવારોની માગ નીકળવાની ટ્રેડરો અપેક્ષા રાખી રહ્યા છે. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૯૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૩૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે ટેલિકોમ, ટેક,  ઈન્ડસ્ટ્રિયલ્સ, આઇટી, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૮૨ અને વધનારની સંખ્યા ૧૯૭૦ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, નાણાં મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતની નોમિનલ જીડીપી ૧૯%ના દરે વૃદ્ધિ કરશે. નોમિનલ જીડીપી એ એક એવું આંકલન છે. જેમાં એક વર્ષમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાઓનાં મુલ્યોની ગણતરી બજાર મુલ્યો પર કરવામાં આવે છે, પછી જે મૂલ્ય નિકળે છે તેને નોમિનલ જીડીપી કહેવામાં આવે છે. કોરોના રોગચાળાને કારણે ઘટાડા છતાં, ઘણા સેક્ટર પહેલાની તુલનામાં રિકવરીનાં માર્ગ પર છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોમિનલ જીડીપી ૨૨.૦૬% ઘટીને રૂ. ૩૮.૦૮ લાખ કરોડ થયો છે. જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં આ આંકડો ૪૯.૧૮ લાખ કરોડ રૂપિયા હતો. મૂડીઝે કહ્યું હતું કે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થવ્યવસ્થા ૧.૦૬%ની વૃદ્ધિ નોંધાવશે. અર્થતંત્ર અને ફાયનાન્સિયલ સિસ્ટમમાં ઉંડા દબાણને કારણે દેશની આર્થિક મજબૂતાઈમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ ક્રેડિટ પર દબાણ વધારી શકે છે અને તેમનો અંદાજ છે કે ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૧.૫%નો ઘટાડો થશે. અગાઉ, વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ૧૦.૫નો ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું છે. સ્થાનિક રેટિંગ એજન્સીઓ ક્રિસિલ અને ઈન્ડિયા રેટિંગ્સે ચાલું નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં અનુક્રમે ૯% અને ૧૧.૮% નો ઘટાડો થવાનું અનુમાન લગાવ્યું છે.

તા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૦૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૦૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૦૮૮ પોઈન્ટ થી ૧૧૧૦૧ પોઈન્ટ, ૧૧૧૭૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૧૦૧ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૦૯૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૦૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૦૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૦૦૮ પોઈન્ટ થી ૨૧૨૦૨ પોઈન્ટ, ૨૧૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૨૭૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • એપોલો હોસ્પિટલ્સ ( ૧૯૮૩ ) :- હેલ્થકેર ફેસિલીટી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૯૭ થી રૂ.૨૦૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • ભારતી એરટેલ ( ૪૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૪૧૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૪૫૬ થી રૂ.૪૬૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • બાયોકોન લિ. ( ૪૨૮ ) :- રૂ.૪૧૪ નો પ્રથમ તેમજ રૂ.૪૦૪ ના બીજા સપોર્ટથી બાયોટેકનોલોજી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૪૦ થી રૂ.૪૪૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • એક્સિસ બેન્ક ( ૪૧૪ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૨૩ થી રૂ.૪૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • વિપ્રો લિ. ( ૩૧૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેક્નોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • ટાઇટન લિ. ( ૧૧૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ અને એસેસરીઝ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૧૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૯૭ થી રૂ.૧૦૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • મેક્સ ફાઈનાન્સિયલ ( ૫૯૨ ) :- રૂ.૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૫૭૭ થી રૂ.૫૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • કેડિલા હેલ્થકેર ( ૩૮૫ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૪૦૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૩૭૬ થી રૂ.૩૭૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ICICI બેન્ક ( ૩૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૩૬ થી રૂ.૩૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ટાટા કેમિકલ્સ ( ૨૯૦ ) :- રૂ.૩૦૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૭૭ થી રૂ.૨૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૪.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૭૬૬૮.૪૨ સામે શરૂઆતી તબક્કામાં કડાકા સાથે ૩૭૨૮૨.૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૬૪૯૫.૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૦૮.૨૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૧૪.૮૨ પોઈન્ટના ઘટાડા સાથે ૩૬૫૫૩.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૧૪૭.૬૫ સામે શરૂઆતી તબક્કામાં ઘટાડા સાથે ૧૧૦૧૨.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૦૮૦૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૪૧.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦૮૦૬.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

દેશમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે વૈશ્વિક મોરચે પણ કોરોના કેસો વધતાં ફરી લોકડાઉન લાગુ કરવા અનેક દેશોમાં વિચારણા થવા લાગતાં અને આર્થિક મોરચે વિશ્વની હાલત કફોડી બનતાં અને અમેરિકા-ચાઈના વચ્ચે ઘર્ષણ વધતા વૈશ્વિક બજારોમાં કડાકો નોંધાતા સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ખુલતાની સાથે જ કડાકો જોવા મળ્યો હતો, જેથી માર્કેટમાં નિરાશા છવાઇ ગઈ હતી. સ્થાનિક સ્તરે ભારતમાં પ્રથમ કૃષિ ક્ષેત્રે મોટાપાયે સુધારા લાવતા બિલોને વિરોધ પક્ષોના વિરોધ વચ્ચે સંસદના બન્ને ગૃહોમાં પસાર કરાવાયા બાદ હવે શ્રમિક કાયદામાં ધરમૂળથી પરિવર્તન લાવતાં બિલને પણ મંજૂર કરાયા છતાં આ આર્થિક સુધારાની બજારમાં પોઝિટીવ અસરને બદલે નેગેટીવ અસર જોવાતા અને બજારમાં હાલ અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં સપ્ટેમ્બર માસની એક્સપાયરી હોવાના કારણે ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે કોરોના વાયરસના વધતા જતા કિસ્સાઓ અને જીવનપધ્ધતિ વચ્ચે કોઈ ઉકેલ આવતો નથી. તેથી રોકાણકારોની ચિંતામાં વધારો થતાં અને ઓગસ્ટ માસમાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શેરધારકોને સચેત કરતા જણાવ્યું હતું કે શેરબજારની હાલત અસલ અર્થવ્યવસ્થા પ્રમાણે દેખાતી નથી, તે માટે તેમાં આગળ ઘટાડો થઇ શકે છે. તેથી વૈશ્વિક રોકાણકારોમાં સતર્કતા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે આઇટી, ટેક, ઓટો, મેટલ અને બેન્કેક્સ શેરોમાં વ્યાપક વેચાવલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ભારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૬૪ અને વધનારની સંખ્યા ૫૮૩ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, સપ્ટેમ્બર સિરીઝ ડેરિવેટિવ્સ ટ્રેડર્સ માટે નેગેટિવ રહી હતી. સપ્ટેમ્બર માસમાં ફાર્મા, આઈટી શેરોએ મજબૂતી દર્શાવી હતી પરંતુ ફાઈનાન્શિયલ સેક્ટરના ઊંચા વેઈટેજને કારણે બેંકિંગ ક્ષેત્રમાં સેન્ટિમેન્ટ ખૂબ ખરાબ જોવા મળ્યું હતું. ગત સપ્તાહથી શરૂ થયેલી નરમાઈ છતાં માર્કેટમાં આઈટી શેર્સ આઉટપર્ફેર્મર રહ્યાં હતા અને તેમણે બજારને સપોર્ટ કર્યો છે અને ફાર્મા ક્ષેત્રનો દેખાવ પણ પોઝિટિવ રહ્યો છે. નિફ્ટી આઈટી અને નિફ્ટી ફાર્માએ ચાલુ મહિને તેમની સર્વોચ્ચ ટોચ પણ દર્શાવી હતી. અગ્રણી આઈટી કાઉન્ટર્સ જેવા કે ટીસીએસ, ઈન્ફેસિસ, એચસીએલ ટેક., વિપ્રોએ પણ તેમની ટોચ દર્શાવી હતી. ફાર્મા ક્ષેત્રે ડો. રેડ્ડીઝ, ડિવિઝ લેબ. વગેરેએ તેમની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. વૈશ્વિક બજારો તરફથી જોકે ચિંતા મોટી છે. કેમકે યુએસ ખાતે ચૂંટણી નજીક આવી રહી છે અને યુરોપ ખાતે કોરોનાના નવેસરથી જોવા મળી રહેલા રાઉન્ડને કારણે ત્યાં લોકડાઉનની ઊંચી શક્યતા જોવાઈ રહી છે. બજારમાં કરેક્શન ન આવે તેવી એકમાત્ર આશા લિક્વિડિટીનો ફ્લો છે. આગામી દિવસોમાં વિદેશી અને સ્થાનિક ફ્ંડ્સ દ્વારા મજબૂત લિક્વિડિટીને જોતાં બજારમાં કરેક્શન બાદ પુનઃ સુધારા તરફી બને એવી શકયતા છે.

તા.૨૫.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૪.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૦૮૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૧૦૯૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૦૮૦૮ પોઈન્ટ થી ૧૦૭૮૭ પોઈન્ટ, ૧૦૭૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૪.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૦૫૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૦૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૧૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૦૩૭૩ પોઈન્ટ થી ૨૦૨૦૨ પોઈન્ટ, ૨૦૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • ટોરેન્ટ ફાર્મા ( ૨૬૬૮ ) :- ટોરેન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૦૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૬૮૮ થી રૂ.૨૬૯૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • એપોલો હોસ્પિટલ્સ ( ૧૯૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૧૯ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૬૩ થી રૂ.૧૯૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • ACC લિ. ( ૧૩૦૬ ) :- રૂ.૧૨૮૬ નો પ્રથમ તેમજ રૂ.૧૨૭૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • બાટા ઈન્ડિયા ( ૧૩૦૩ ) :- ફૂટવેર સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૮ થી રૂ.૧૩૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • હેવેલ્સ ઈન્ડિયા ( ૬૬૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૪૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૭૩ થી રૂ.૬૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • TCS લિ. ( ૨૩૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૩૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૩૧૩ થી રૂ.૨૩૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • રિલાયન્સ ઇન્ડ. ( ૨૨૦૦ ) :- રૂ.૨૨૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૨૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૨૧૮૮ થી રૂ.૨૧૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • કોટક બેન્ક ( ૧૨૪૨ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૨૭ થી રૂ.૧૨૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • લુપિન લિ. ( ૯૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૬૯ થી રૂ.૯૫૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • પેટ્રોનેટ LNG ( ૨૧૨ ) :- રૂ.૨૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૦૮ થી રૂ.૧૯૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

વૈશ્વિક મંદી : શેર, સોનું, ચાંદી, ક્રુડ બધા જ કડડડડ ભુસ

સેન્સેકસમાં ખુલતા જ 600 પોઇન્ટનો કડાકો : નિફટી 11000 નીચે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

છેલ્લા એક સપ્તાહથી સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં ફરીથી મંદીનો માહોલ છવાયો છે. શેર, સોનું, ચાંદી, ક્રુડ, બેઝ મેટલ તમામમાં ભારે કડાકો બોલી ગયો છે. મંદીના આ ભરડા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં સેન્સેકસમાં પણ 600 પોઇન્ટનો કડાકો બોલ્યો છે. તો બીજી તરફ છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં રૂા.7 હજાર અને સોનાના ભાવમાં રૂા.2 હજારનો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ બ્રેન્ટક્રુડનો ભાવ પણ ગગડીને ચાલીસ ડોલરે પહોંચી ગયો છે.
યુરોપ અને અમેરિકા સહિતના દેશોમાં જોવા મળી રહેલી કોરોના સંક્રમણની બીજી લહેરને પગલે યુરોપના દેશોમાં ફરીથી લોકડાઉન લાગવાની સંભાવનાઓ બળવતર બની છે.જેેને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ફરીથી ચિંતાની લહેર વ્યાપી ગઇ છે. એક તરફ કોરોના સંક્રમણ અને બીજી તરફ વિશ્વના અનેક દેશો વચ્ચે ચાલી રહેલા ટેન્શનને કારણે છેલ્લા એક સપ્તાહમાં વૈશ્વિક બજારોની ખો નિકળી ગઇ છે. જેને પગલે ફરી એકવાર મંદીના અજગરે ભરડો લીધો છે. બુધવારે અમેરિકા યુરોપ અને એશિયાના બજારોમાં મોટા કડાકા બાદ આજે ભારતીય બજારની શરૂઆત પણ કડાકા સાથે થઇ હતી. પ્રારંભમાં જ સેન્સેકસમાં 600થી વધુ પોઇન્ટનો કડાકો બોલી જતાં સેન્સેકસે 37 હજારની સપાટી તોડી હતી. તો બીજી તરફ નિફટીમાં પણ 200 પોઇન્ટના કડાકા સાથે 11 હજારનું લેવલ તુટી ગયુ હતું. તમામ સેકટરર્સમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્ચમાં લગાવામાં આવેલા લોકડાઉન બાદ ભારતીય શેરબજારમાં પ્રથમ વખત આટલો મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ