Connect with us

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૨૭૨ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફ્યુચર ૧૧૨૭૨ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૨.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૦૩૪.૧૪ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૨૦૦.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૭૫૩૧.૧૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૭૮.૮૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૦.૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૩૭૭૩૪.૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૫૬.૧૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૨૮૨.૩૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૧૦૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૮.૮૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૯.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૧૭૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વિશ્વ કોરોના મહામારીના ભરડામાંથી મુક્ત થવા મથી રહ્યું છે ત્યારે એમાં હજુ નક્કર વેક્સિનની શોધ-પ્રગતિ થઈ નથી એવામાં ફરી યુરોપમાં યુ.કે.માં કોરોના સંક્રમણનો વિસ્ફોટ થઈ રોજના કેસોની સંખ્યામાં સતત વધારો થવા લાગતાં અને ઈટાલી, ફ્રાંસ, ગ્રીસ સહિતના દેશમાં લોકડાઉનની તૈયારી સાથે તકેદારીમાં યુ.કે.ની રાજધાની લંડનમાં ફરી લોકડાઉન લાગુ કરવાની તૈયારીના અહેવાલ વચ્ચે ગઇકાલે યુરોપના દેશો પાછળ વૈશ્વિક બજારોમાં કડાકો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડાતફડી સાથે દરેક ઉછાળે સતત નફારૂપી વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં નબળાઈનાં સંકેતો જોતાં શેરબજારમાં આજે સવારથી જ ભારે નિરાશા જોવા મળતા અને ભારતીય અર્થતંત્ર પણ કોરોના કાળને લઈ બદહાલ થઈ રહ્યું હોઈ અને સરકારએ જંગી ઋણ લેવું પડે એવી પરિસ્થિતિ ઊભી થતાં ફોરેન ફંડોએ સાવચેતીમાં આજે શેરોમાં ઓફલોડિંગ કરતાં સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે માત્ર આઇટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૯૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૪૬ અને વધનારની સંખ્યા ૬૯૨ રહી હતી, ૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૨૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, બજારમાં હાલ કોઈ નક્કર દિશા જોવા મળતી નથી અને અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં સપ્ટેમ્બર માસની એક્સપાયરી હોવાના કારણે વોલેટિલિટી વધી શકે છે. ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે જેની ચિંતા બજારમાં સતત જોવા મળી રહી છે. ચીન સરહદ પરથી કે અન્ય કોઈ વૈશ્વિક ઈવેન્ટ્સ પણ ભારતીય શેરબજાર પર અસર કરી શકે છે. બજારમાં વેલ્યૂએશન્સ ઊંચા હોવાથી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. એફઆઈઆઈની ખરીદી સામે સ્થાનિક ફંડો દ્વારા તાજેતરમાં બજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે. જુલાઈ અને ઓગસ્ટમાં રિડિમ્પ્શનનું દબાણ વધ્યું હોવાથી નફો બુક કરવાનું વલણ અપનાવ્યું છે. યુરોપ આગામી સમયમાં વૈશ્વિક બજારોની ચિંતા વધારી શકે છે. યુરોપમાં કોરોનાનો કેર વધી ગયો છે અને આ મામલે ત્યાં પોલરાઈઝેશન થઈ ગયું છે. એક મોટો વર્ગ ફરી લોકડાઉનની માંગ કરી રહ્યો છે તો બીજો એક વર્ગ અનલોકની માગણી કરી રહ્યો છે. વૈશ્વિક સ્તર પર અમેરિકામાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ ત્યાંના બજારોમાં પણ ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં તેની અસર ભારતીય શેરબજાર અને અન્ય બજારો પર જોવા મળી શકે છે.

તા.૨૩.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૨.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૧૬૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૨૦૨ પોઈન્ટ થી ૧૧૨૩૩ પોઈન્ટ, ૧૧૨૭૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૨૭૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૨.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૧૧૮૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૩૦૩ પોઈન્ટ થી ૨૧૩૭૩ પોઈન્ટ, ૨૧૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • એસ્કોર્ટ્સ લિ. ( ૧૨૦૬ ) :- કમર્શિયલ વિહિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૨૦ થી રૂ.૧૨૩૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • લુપિન લિ. ( ૧૦૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • લાર્સન લિ. ( ૮૬૦ ) :- રૂ.૮૪૮ નો પ્રથમ તેમજ રૂ.૮૩૮ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રક્શન & એન્જિનિયરિંગ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૭૮ થી રૂ.૮૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • ટેક મહિન્દ્ર ( ૮૦૭ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ થી રૂ.૮૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૨૮૩ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૭૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કમર્શિયલ ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૮૮ થી રૂ.૨૯૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • કોટક બેન્ક ( ૧૨૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૨૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • હેવેલ્સ ઈન્ડિયા ( ૬૬૫ ) :- રૂ.૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૬૫૬ થી રૂ.૬૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • સન ફાર્મા ( ૫૧૪ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૦૩ થી રૂ.૪૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ભારત પેટ્રો ( ૩૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઈનરી / પેટ્રોપ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૦૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૮૬ થી રૂ.૩૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૧૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • હિન્દ પેટ્રો ( ૧૮૧ ) :- રૂ.૧૯૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૧૭૪ થી રૂ.૧૬૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

બિઝનેસ

નિફટી ફયુચર તેજી સંદર્ભે ૧૧૯૩૩ પોઈન્ટ મહત્ત્વની સપાટી….!!!

નિફટી ફયુચર તેજી સંદર્ભે ૧૧૯૩૩ પોઈન્ટ મહત્ત્વની સપાટી….!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૧૯.૧૦.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૯૯૮૨.૯૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૩૧૮.૫૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૨૧૧.૨૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૮.૨૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૮.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૪૩૧.૬૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૭૬૫.૧૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૮૫૦.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૮૧૮.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૦.૪૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૭.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૮૯૨.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકામાં પ્રમુખપદ માટેની આવી રહેલી ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ જતા અને ચૂંટણી પહેલા સ્ટીમ્યુલસ પેકેજની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું. કોરોના મહામારીનો ભય હજુ વિશ્વભરમાં યથાવત હોવા સાથે યુરોપના દેશોમાં ફરી વધી રહેલા કેસોને લઈ ચિંતા વધારા સામે વર્ષના અંત સુધીમાં કોરોના વાઇરસની રસી ઉપલબ્ધિ થવાના આશાવાદે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં તેજી નોંધાઈ હતી. કોર્પોરેટ ઈન્ડિયાની જુલાઈ માસથી સપ્ટેમ્બર માસ ૨૦૨૦ના બીજા ત્રિમાસિકના પરિણામો અપેક્ષા મુજબ આવતા આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે શેરબજારમાં રોનક આવી અને દિવસ દરમિયાન અફડાતફડી બાદ ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, હેલ્થકેર, આઈટી, ટેલિકોમ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ, એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, યુટિલિટીઝ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૭૦ અને વધનારની સંખ્યા ૧૪૯૦ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોના સંક્રમણનો યુરોપના દેશોમાં બીજો વેવ શરૂ થવો અને અમેરિકામાં પ્રેસીડેન્ટ ચૂંટણીની થઈ રહેલી તૈયારી વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ગત સપ્તાહે નરમાઈ જોવાયા સાથે ભારતીય શેરબજારમાં પણ એકાએક ગત સપ્તાહે આંચકો આવ્યો હતો. કોરોનાની અસરે વૈશ્વિક અર્થતંત્રને ડામાડોળ કર્યા સાથે ભારતીય અર્થતંત્રની હાલત પણ હાલ કફોડી કરી છે. કેન્દ્ર સરકારે રાજયોને જીએસટી એક્ત્રિકરણમાં ઘટને લઈને ચૂકવણી કરવા રૂ.એક લાખ કરોડનું ઋણ લેવાની ફરજ પડી રહી છે. આ માટે ઓપન માર્કેટ ઓપરેશનમાં આગામી દિવસોમાં રૂ.૧૦,૦૦૦ કરોડ ઊભા કરવાની તૈયારી અને લોન મોરેટોરિયમ મામલે પણ બેંકોની હાલત આગામી દિવસોમાં કફોડી થવાના અંદાજોએ આર્થિક મોરચે વધી રહેલી ભીંસને જોતાં આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં સાવચેતી જરૂરી બની રહેશે. કંપનીઓના સપ્ટેમ્બર ૨૦૨૦ના અંતના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં હવે ૨૦,ઓકટોબર ૨૦૨૦ના રોજ હિન્દુસ્તાન યુનિલિવર અને ૨૧,ઓકટોબર ૨૦૨૦ના બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ અને અલ્ટ્રાટેક સિમેન્ટના જાહેર થનારા પરિણામો પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૦.૧૦.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૯.૧૦.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૮૮૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૮૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૯૦૯ પોઈન્ટ થી ૧૧૯૩૩ પોઈન્ટ, ૧૧૯૬૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૯૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૯.૧૦.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૪૩૨૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૪૫૭૫ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૦૨ પોઈન્ટ થી ૨૪૦૮૮ પોઈન્ટ, ૨૪૦૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

રિલાયન્સ ઇન્ડ. ( ૨૧૮૨ ) :- ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૦૨ થી રૂ.૨૨૧૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

પિડિલાઈટ ઈન્ડ. ( ૧૫૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૭૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

કોટક બેન્ક ( ૧૩૭૫ ) :- રૂ.૧૩૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૪૭ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૯૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ડાબર ઇન્ડિયા ( ૫૨૨ ) :- પર્સનલ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૩ થી રૂ.૫૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

અદાણી એન્ટરપ્રાઈઝીસ ( ૩૧૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કમર્શિયલ ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ ( ૨૨૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસ્ટોરન્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૨૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૨૩૦ થી રૂ.૨૨૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

HDFC લિ. ( ૨૦૩૪ ) :- રૂ.૨૦૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૨૦૧૮ થી રૂ.૨૦૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૦૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ઇન્ફોસિસ લિ. ( ૧૧૧૯ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૪૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૦૭ થી રૂ.૧૦૯૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

અમર રાજા બેટરી ( ૭૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ્સ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

એક્સિસ બેન્ક ( ૪૯૩ ) :- રૂ.૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૮૬ થી રૂ.૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

સ્ટોક માર્કેટ વિશેષ 18-10-2020

આજના લેખમાં NIFTY, AMBUJACEM, TATAMOTORS અને MOTHERSUMI વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા વીક ના લેખમાં NIFTY, JKCEMENT, WOCHPHARMA અને ASIANPAINT વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 • NIFTY માં 12032 ના LEVEL ની વાત કરી હતી તે મુજબ 12025 નો High બનાવી નીચે તરફ મુવ શરૂ કરી હતી, 11794-11618 ના લેવલ હતા , 11661 નો Low બનાવ્યો હતો.
 • JKCEMENT માં 1675 ઉપર નવી તેજી ની વાત કરી હતી તે મુજબ 1769 લગભગ 6% તેજી થઈ હતી. લેવલ 1776 નો ઉલ્લેખ કર્યો હતો.
 • WOCKPHARMA માં 331 ની ઉપર નવી તેજીની વાત કરી હતી , તે Cross કરવામાં માં Fail થતાં નીચેના ભાવ જોવા મળ્યા હતા. 312 નીચે 293 સુધી Low બનાવેલ છે.
 • ASIANPAINT માં Low નીચે વધુ નીચેના level ની વાત હતી પણ Low break ના થાત એ નાની રેંજ માં ટ્રેડ થયા હતા.

NIFTY

 • NIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલા week ના High ઉપર રહેવામાં નિષ્ફળ રહ્યું છે. Fibonaccie Retracement કરીયે તો ખ્યાલ આવે છે કે 8806 થી 11794 ની જે તેજી થાય હતી, તે મુજબ 11790 થી તેના 38.2% ગણીએ તો 11957 નજીક આવે છે. અને બજાર હવે તેની ઉપર સફળ રીતે Close ના આવે ત્યાં સુધી તેજી ધ્યાને પડતી નથી.
 • આ Week નું Close પણ પાછળ Swing High 11794 ની નીચે આવ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
 • Support Level :- 11618-11553-11507-11410-11341-11325-11185.
 • Resistance Level :- 11794-11832-11957-12025-12032-12130.

AMBUJACEM

 • AMBUJACEM નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 230-245 એ Multipal Top હતી જે 2yr થી પણ વધારે સમય થી તેની ઉપર આવામાં સફળ મળી ન હતી, હવે તે લેવલ cross કરી ને તેની ઉપર Volume સાથે બંધ આવામાં સફળ રહ્યું. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. Monthly Swing ની વાત કરીયે તો 291.5 થી 136.55 ના 61.8% 232 નજીક આવે છે તેની પણ ઉપર પણ બંધ થવામાં સફળ રહ્યું છે.
 • Support Level :- 244-240-232-230-225-220.
 • Resistance Level :- 252-258-262-266-272-280-291.

TATAMOTORS

 • TATAMOTORS નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે March-2019 ના Low થી જે upmove સારું થાય હતી તેની Trend Line ને Break કરી તેની નીચે બંધ આવામાં સફળ રહ્યું છે. સાથે “Bearish Evening Star” candlestick pattern પણ બનાવી છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. પાછલો Swing Low 122 છે, તેની નીચે Lower Top Lower Bottom Patern પણ શરૂ થાય એવું બની શકે છે.
 • Support Level :- 124-122-119-109-103-100.
 • Resistance Level :- 129-132-135-146-154.

MOTHERSUMI

 • MOTHERSUMI નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તે Triangle pattern માં ટ્રેડ થતાં હતા, અને Weekly Close તે Trend Line નીચે બંધ આવામાં સફળ રહ્યું છે. Volume સાથે “Bearish Englufing” candlestik pattern જોવા મળી છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
 • Support Level :- 104-102-98-92.
 • Resistance Level :- 107-109-112-118-124.

 

 • Disclaimer:-
  અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું.
  BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી.
  અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે.

  કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
 • આભાર

 

 

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના

અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

વધુ વાંચો

બિઝનેસ

નિફટી ફયુચર ૧૧૮૦૮ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૧૬.૧૦.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૯૭૨૮.૪૧ સામે ૩૯૯૩૬.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૯૬૯૯.૪૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૬.૩૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૪.૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૯૮૨.૯૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૮૫.૫૫ સામે ૧૧૭૨૧.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૬૭૩.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૪.૭૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૯.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૭૬૫.૧૫          પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગઈકાલના નોંઘપાત્ર કડાકા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. વિશ્વમાં ફરી કોરોના સંક્રમણનો બીજો વેવ યુરોપના દેશોમાં શરૂ થઈ જતાં યુરોપમાં લંડન, પેરિસ, બર્લિન સહિતે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી દેતાં અને ફરી કડક લોકડાઉન જાહેર કરવા લાગતાં વૈશ્વિક બજારોમાં ધોવાણની સાથે ગુરુવારે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. કોરોનાની વૈશ્વિક મહામારીનો આ બીજો વેવ વધુ ખતરનાક નીવડવાના અંદાજો સાથે દક્ષિણ પૂર્વ એશીયામાં ઈન્ડોનેશિયા મોટાપાયે કોરોનાથી સંક્રમિત થતાં  અને ભારતમાં હજુ પ્રથમ વેવ જ ચાલી રહ્યો હોઈ આગામી ઠંડીના દિવસોમાં કોરોના સંક્રમણમાં ફરી મોટાપાયે વધારો થવાની ચેતવણીઓને લઈ ચિંતા વધતાં ગુરુવારે ફંડો દ્વારા શેરોમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજાર રોનક આવી હતી અને દિવસના ઉતાર-ચડાવ બાદ ભારતીય  લીલા નિશાની પર બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધી બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૮૩ અને વધનારની સંખ્યા ૧૪૫૫ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, દેશના અર્થતંત્રમાં માગ વધારવા સરકારે ૧૨ ઓકટોબરના રોજ સ્ટીમ્યુલ્સ-ટુની જાહેરાત કરી હતી, જે મારફત સીધો નાણાંકીય ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો. સરકારના બીજા રાઉન્ડના સ્ટીમ્યુલ્સથી ઉપભોગ ખર્ચમાં ટૂંકા ગાળે વધારો થશે પરંતુ તેને કારણે આર્થિક વિકાસમાં ખાસ વૃદ્ધિ જોવા નહીં મળે, એમ મૂડી’સ ઈન્વેસ્ટર સર્વિસના એક રિપોર્ટમાં જણાવાયું હતું. આ સ્ટીમ્યુલ્સ મારફત સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લીવ ટ્રાવેલ કન્સેસન કેશ વાઉચર સ્કીમ તથા સ્પેશ્યલ ફેસ્ટિવલ એડવાન્સ અને રાજ્યોને રૂ.૧૨૦૦૦ કરોડની વ્યાજ મુકત લોન તથા રૂ.૨૫૦૦૦ કરોડના વધારાના મૂડીખર્ચ પૂરી પાડવાનું જાહેર કર્યું હતું. આ સ્ટીમ્યુલ્સની કુલ રકમ રૂ.૪૬૭૦૦ કરોડ જેટલી થવા જાય છે જે વર્તમાન નાણાં વર્ષના  અંદાજિત રિઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)ના ૦.૨૦% જેટલી થવા જાય છે. આમ આ રકમ જીડીપીના ઘટાડાના વખતમાં અર્થતંત્રને વેગ આપવાની દ્રષ્ટિએ મર્યાદિત ગણી શકાય. તેથી આગામી દિવસોમાં બજારમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે આથી રોકાણકારોએ સાવધ રહેવું અનિવાર્ય બની રહેશે.

તા.૧૯.૧૦.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૬.૧૦.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૭૬૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૭૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૧૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૮૦૮ પોઈન્ટ થી ૧૧૮૧૮ પોઈન્ટ, ૧૧૮૩૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૮૩૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૬.૧૦.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૩૫૬૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૩૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૩૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૬૦૬ પોઈન્ટ થી ૨૩૬૭૬ પોઈન્ટ, ૨૩૭૦૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૩૭૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • બાટા ઇન્ડિયા ( ૧૩૭૬ ) :- ફૂટવેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૯૩ થી રૂ.૧૪૦૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • ટેક મહિન્દ્ર ( ૮૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૭૯૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૮૩૮ થી રૂ.૮૪૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • સિપ્લા લિ. ( ૭૮૦ ) :- રૂ.૭૬૭ નો પ્રથમ તેમજ રૂ.૭૫૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૮૭ થી રૂ.૮૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • ગ્રાસીમ ઇન્ડ. ( ૭૭૦ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૩ થી રૂ.૭૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૫૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • મેક્સ ફાઈનાન્સિયલ ( ૫૮૨ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક લાઇફ ઈન્સ્યોરન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૩ થી રૂ.૬૦૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • ટાઈટન લિ. ( ૧૨૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૨૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • મહાનગર ગેસ ( ૮૨૨ ) :- રૂ.૮૩૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૮૦૮ થી રૂ.૭૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • અમર રાજા બેટરી ( ૭૨૪ ) : ઓટો પાર્ટ્સ & એક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૧૩ થી રૂ.૭૦૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ડાબર ઇન્ડિયા ( ૫૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૦૩ થી રૂ.૪૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • પેટ્રોનેટ LNG ( ૨૨૨ ) :- રૂ.૨૩૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૧૬ થી રૂ.૨૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ